Home /News /lifestyle /વેક્સ કરાવ્યા પછી સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે? તો આ ઘરેલું ઉપાયોથી તરત થઇ જશે રાહત

વેક્સ કરાવ્યા પછી સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે? તો આ ઘરેલું ઉપાયોથી તરત થઇ જશે રાહત

વેક્સ કર્યા પછીની સાઇડ ઇફેક્ટ

Waxing side effects: વેક્સિંગ કરાવ્યા પછી અનેક લોકોને એની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. જો કે હવે તો છોકરાઓ પણ વેક્સ કરાવતા હોય છે. વેક્સ કરાવવાથી સ્કિન ક્લિન થઇ જાય છે અને અણગમતા વાળ દૂર થઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બોડી પર અણગમતા વાળને દૂર કરવા માટે છોકરીઓ વેક્સિંગ કરાવતી હોય છે. જો કે હવે તો ઘણાં છોકરાઓ પણ વેક્સ કરાવતા હોય છે. વેક્સિંગ કરાવવાથી અણગમતા વાળ દૂર થાય છે અને સાથે સ્કિન ક્લીન થઇ જાય છે. જો કે ઘણાં લોકોને વેક્સિંગ કરાવ્યા પછી અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે જેમાં ખંજવાળ, સ્કિન પર દાણાં થવા, રેસિઝ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. તમને પણ વેક્સ કરાવ્યા પછી આ પ્રકારની એલર્જી કે સાઇડ ઇફેક્ટ થાય છે તો હવેથી તમારે કોઇ ટેન્શન લેવાની જરૂર નથી. આ ઘરેલું ઉપાયોની મદદથી તમને રાહત થઇ જશે અને સાથે સ્કિન પણ બહુ મસ્ત થઇ જશે.

    આ પણ વાંચો: આ સમયે સ્કિન પર લગાવો બેબી ઓઇલ

    એલોવેરા જેલ લગાવો


    વેક્સિંગ કરાવ્યા પછી સ્કિન પર લાલ દાણા નિકળી આવે છે અને બળતરા થાય છે તો તમે એલોવેરા જેલ લગાવો. આ એલોવેરા જેલ તમારે એકદમ હળવા હાથે લગાવવાની રહેશે. જેલને સ્કિન પર લગાવો અને એકથી બે કલાક માટે રહેવા દો. આમ કરવાથી સ્કિનમાં કોઇ પ્રોબ્લેમ્સ નહીં થાય અને તમને રાહત થઇ જશે.

    કોકોનટ ઓઇલ


    કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ વાળ માટે વરદાનરૂપ છે. નારિયેળ તેલમાં ફેનોલિક એસિડ અને પોલીફેનોલ જેવા એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. વેક્સિંગ કરાવ્યા પછી તમને સ્કિન પર થતી એલર્જીમાંથી રાહત મેળવવા માટે તમે કોકોનટ ઓઇલ લગાવો. આ ઓઇલથી તમને રાહત થઇ જશે અને સાથે તમારી સ્કિનમાં કોઇ પ્રોબ્લેમ્સ પણ નહીં થાય. કોકોનટ ઓઇલ સ્કિન માટે સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: કપલ્સ માટે બેસ્ટ છે આ નાઇટ ડેટ આઇડિયા

    ઓલિવ ઓઇલ


    વેક્સિંગ કરાવ્યા પછી ઓલિવ ઓઇલ લગાવવાથી સ્કિન પર લાલ દાણા, સ્કિન લાલ થઇ જવી જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ માટે તમે 2 થી 3 ટીપાં ટી ટ્રી ઓઇલ લો અને એમાં ઓલિવ ઓઇલ મિક્સ કરી દો.



    ત્યારબાદ આ મિશ્રણને સ્કિન પર લગાવો અને એક કલાક માટે રહેવા દો. આમ કરવાથી વેક્સિંગ કર્યા પછી તમને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય. આ ઓઇલનો ઉપયોગ તમે રેગ્યુલરમાં પણ કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty, Life style, Wax

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन