Home /News /lifestyle /ચહેરા પરની રૂંવાટી કાઢવા તમે વેક્સ કરાવો છો? તો જાણી લો આ 3 સાઇડ ઇફેક્ટ્સ વિશે
ચહેરા પરની રૂંવાટી કાઢવા તમે વેક્સ કરાવો છો? તો જાણી લો આ 3 સાઇડ ઇફેક્ટ્સ વિશે
ઉંમરની અસર દેખાય છે.
Wax side effects: તમે પણ ફેસ પર વેક્સ કરાવો છો તો તમારે વિચારવાની જરૂર છે. તમને જણાવી દઇએ કે ફેસ પર વેક્સ કરાવવાથી લાંબે ગાળે અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે અને સાથે જ સ્કિન પણ ડ્રાય થવા લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક છોકરીઓના ચહેરા પર રૂંવાટી આવતી હોય છે. આ રૂંવાટીને કાઢવા માટે અનેક લોકો વેક્સ કરાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વેક્સ કરાવવાથી અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે. આમ, જો તમે પણ ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે વેક્સ કરાવો છો તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે. વેક્સ જ્યારે કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે આપણી સ્કિન ખેંચાતી હોય છે. આપણાં ફેસ પરની સ્કિન બહુ સેન્સેટિવ હોય છે જે વેક્સ કરાવવાથી લાંબે ગાળે નુકસાન થાય છે. તો જાણો તમે પણ આ વિશે...
તમને પણ વેક્સ કરાવવાની આદત છે તો આ બંધ કરી દેજો. ચહેરા પર વેક્સ કરાવવાથી ઉંમરની અસર જલદી દેખાય છે. આ સાથે જ તમારો ફેસ ઘરડો લાગવા લાગે છે. જો કે આ વાત તમે સાચી નહીં માનો પરંતુ હકીકત છે. જ્યારે ફેસ પર વેક્સ કરવામાં આવે ત્યારે સ્કિન ખેંચાય છે જેના કારણે કુદરતી ચમક ઓછી થઇ જાય છે અને સ્કિન ઘરડી લાગે છે.
ચહેરા પર વેક્સ કરાવવાથી સ્કિન પર જલદી કરચલીઓ પડે છે. તમે જ્યારે વેક્સ કરાવો ત્યારે સ્કિન ટાઇટ રહે છે અને રૂંવાટી નિકળી જાય છે, પરંતુ એ પછી જલદી કરચલીઓ પડવા લાગે છે. આમ, જો તમે ચહેરા પર વેક્સ રેગ્યુલર કરાવો છો તો તમારે બંધ કરી દેવુ જોઇએ. આમ કરવાથી તમારી સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે અને નુકસાન થાય છે.
ઘણાં લોકો ચહેરા પર વેક્સ કરાવે ત્યારે રેશિસ થતા હોય છે. આ સાથે જ ચહેરો લાલ થઇ જતો હોય છે. તમને જણાવી દઇએ કે આ વસ્તુ તમને સમય જતા સ્કિન પર દેખાઇ આવે છે.
ચહેરા પર વેક્સ કરાવો ત્યારે સૌથી પહેલા પાવડર લગાવો અને પછી કરો. ત્યારબાદ જેલ લગાવી દો. આમ કરવાથી થોડી રાહત થાય છે અને સ્કિન ઓછી ખેંચાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર