Home /News /lifestyle /ડ્રાય સ્કિન માટે ચહેરા પર આ રીતે લગાવો વિટામીન ઇની કેપ્સુલ, થશે અનેક ફાયદાઓ

ડ્રાય સ્કિન માટે ચહેરા પર આ રીતે લગાવો વિટામીન ઇની કેપ્સુલ, થશે અનેક ફાયદાઓ

વિટામીન ઇ સ્કિન માટે બેસ્ટ છે.

Beauty Benefits: શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે. સ્કિનની અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે વિટામીન ઇની કેપ્સુલ સૌથી બેસ્ટ છે. વિટામીન ઇની કેપ્સુલનો આ રીતે ઉપયોગ કરો છો તો સ્કિન મસ્ત થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્કિનની ખૂબસુરતી વધારવા માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. આ બ્યૂટી પ્રોડક્ટ્સની સ્કિન પર લાંબા સમય પછી આડઅસર થાય છે. આ ટાઇપની કેમિકલ પ્રોડક્ટ્સ તમને ફેસ પર તરત જ રિઝલ્ટ આપે છે પરંતુ લાંબે ગાળે એની સાઇડ ઇફેક્ટ થાય છે. આમ, જો તમે વિટામીન ઇની કેપ્સુલનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો તમારી સ્કિન મસ્ત થાય છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતી નથી. વિટામીન ઇમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે.

    વિટામીન ઇની કેપ્સુલ ડાધા-ધબ્બા અને સ્કિનની સમસ્યાઓમાંથી તમને છૂટકાર મળે છે. વિટામીન ઇની કેપ્સુલ તમે આ વસ્તુઓ સાથે મિક્સ કરીને લગાવો છો તો અનેક ઘણો ફાયદાઓ થાય છે. તો જાણો કેવી રીતે વિટામીન ઇનો ઉપયોગ કરશો.

    આ પણ વાંચો: આ રીતે મીણબત્તીથી પગની ફાટેલી એડીઓને રિપેર કરો

    ડ્રાયનેસ માટે એલોવેરા જેલ


    તમે એલોવેરા જેલને વિટામીન ઇની કેપ્સુલ સાથે મિક્સ કરીને યુઝ કરી શકો છો. આ બન્ને વસ્તુ તમારી સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાનું કામ કરે છે.

    આ રીતે ઉપયોગ કરો



    • સૌથી પહેલા વિટામીન ઇની કેપ્સુલ લો અને એમાંથી ઓઇલ નિકાળીને નાની ડિશમાં લઇ લો.

    • ત્યારબાદ ઓઇલમાં એલોવેરા જેલ મિક્સ કરો.


    આ પણ વાંચો: બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો

    • હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી દો.

    • આ ઓઇલ તમારા ચહેરા અને ગરદન પર લગાવો.

    • 10 થી 15 મિનિટ રહીને પાણીથી ધોઇ લો.


    જાણો ફાયદાઓ





      • વિટામીન ઇ અને એલોવેરા જેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

      • વિટામીન ઇ અને એલોવેરા જેલમાં એન્ટી ઓક્સિડન્ટસ જેવા અનેક તત્વો હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે.

      • આ પેસ્ટ તમે અઠવાડિયામાં ત્રણ વાર ફેસ પર લગાવી શકો છો.

      • આ પેસ્ટ ફેસ પર લગાવતા પહેલાં મોં ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી સ્કિન પર એપ્લાય કરો.

      • આમ કરવાથી સ્કિન પર પડેલા બધા જ કાળા ડાધા ધબ્બા દૂર થઇ જશે અને સાથે સ્કિન ગ્લો પણ કરશે.






    • એલોવેરા જેલ અને વિટામીન ઇ કેપ્સુલ તમારા ફેસને એક નવો ટોન આપવાનું કામ કરે છે. તો તમે પણ રેગ્યુલર આ પેસ્ટનો યુઝ સ્કિન પર કરો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty, Life style, Vitamin E

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन