Home /News /lifestyle /ચહેરા પર કાળા ડાઘા-ધબ્બા કેમ થાય છે? જાણી લો 4 કારણો અને ઉપાયો
ચહેરા પર કાળા ડાઘા-ધબ્બા કેમ થાય છે? જાણી લો 4 કારણો અને ઉપાયો
કાળા ડાઘ દૂર કરો
Beauty care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના ચહેરા પર કાળા ડાધા-ધબ્બા પડતા હોય છે. કાળા ડાધ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ જો તમારા ચહેરો ડાઘાથી ભરાઇ ગયો છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરા પરના ડાધા-ધબ્બાથી અનેક લોકો હેરાન-પરેશાન થઇ જાય છે. જો કે ચહેરા પર ડાઘા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. અનેક વિટામીન્સની ઉણપને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. આ સિવાય સ્કિન પોર્સ બંઘ થવાને કારણે ચહેર પર ડાઘા-ધબ્બા પડી જતા હોય છે. આમ, જો તમારા ફેસ પર બહુ ડાઘા-ધબ્બા થાય છે તો આ વિશે તમારે ખાસ જાણી લેવું જોઇએ. આમ, જો તમે એક વાર આટલી વાત ફોલો કરશો તો તમારી સ્કિન પરના ડાઘા ધબ્બા દૂર થઇ જશે અને સ્કિન મસ્ત થઇ જશે. આ સાથે જ તમારી પર્સનાલિટી પણ મસ્ત પડશે.
ચહેરા પર ડાઘા-ધબ્બા કેમ થાય છે?
હોર્મોનલ ચેન્જીસને કારણે ચહેરા પર ડાધા-ધબ્બા ઝડપથી થાય છે. જો કે આ દરમિયાન હોર્મોનલમાં ગડબડને કારણે સ્કિનમાં મેલેનિન વઘવા લાગે છે. આ સિવાય ચહેરા પરની ચમક જતી રહે છે જેના કારણે ડાઘા વધારે દેખાય છે. આ સિવાય પ્રેગનન્સી અને પીસીઓડી જેવી બીમારીનું કારણ પણ બની શકે છે.
તમારા શરીરમાં વિટામી બી 12ની ઉણપ છે તો પણ તમારા ફેસ પર ડાઘા-ધબ્બા થાય છે. આ વિટામીનની ઉણપને કારણે હાઇપરપિગ્મેન્ટેશન, વિટિલિગો અને વાળ તેમજ નખમાં બદલાવ આવે છે. એવામાં ચહેરા પર ડાધા વઘારે પડે છે.
યુવી કિરણોથી
સૂર્યના તડકાને કારણે પણ સ્કિન પર ડાઘા-ધબ્બા પડતા હોય છે. આ ચહેરને અંદરથી સેન્સેટિવ બનાવે છે અને ડાધા ધબ્બાનું કારણ બને છે. એવામાં તમે તડકાથી બચો.
લિવર સ્પોટ અને સોલ લેંટિગાઇમાં સનસ્પોટ સામાન્ય છે. સનસ્પોટને કારણે હાથ અને ચહેરા જેવા સૂર્યના સંપર્કમાં આવતા પાર્ટ પર ડાધા વધારે દેખાય છે. એવામાં તમે કરચલીઓથી બચો.
ચહેરા પરના ડાઘા-ધબ્બાના ઉપાય
ચહેરા પરના ડાઘા-ધબ્બાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો. આ માટે તમે ચહેરા પર એલોવેરા જેલ લગાવો. એલોવેરા જેલ લગાવવાથી ડાઘા દૂર થઇ જાય છે. આ માટે તમે સ્કિન કેર રૂટિનમાં એલોવેરા જેલનો ઉપયોગ કરો. આ માટે તમે ટી ટ્રી ઓઇલ પણ ઉપયોગ પણ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર