Home /News /lifestyle /આ તેલથી ટાલમાં ઉગવા લાગશે નવા વાળ, સાથે દૂર થશે ખોડો અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા
આ તેલથી ટાલમાં ઉગવા લાગશે નવા વાળ, સાથે દૂર થશે ખોડો અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા
આ તેલથી વાળનો ગ્રોથ મસ્ત થાય છે.
Hair care tips: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને વાળની સમસ્યાઓ હોય છે. વાળ ખરતા અટકાવવા ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ વાળની સમસ્યાઓને દૂર કરવા ઇચ્છો છો તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આર્યુવેદમાં બ્રાહ્મીનું અનેક રીતે મહત્વ રહેલું છે. જે લોકોને ટાલ પડી છે એમના માટે આ જડીબુટી માનવામાં આવે છે. ઘણાં લોકો આનો તેલ તરીકે ઉપયોગ કરતા હોય છે. જો કે બ્રાહ્મીનું તેલ વાળના વિકાસ માટે સૌથી બેસ્ટ છે. આ તેલ વાળના રોમછિદ્રોની સફાઇ કરે છે અને સાથે અંદરથી ખોલે છે. આ સાથે બ્રાહ્મી તેલથી વાળને ન્યુટ્રીશન મળે છે અને હેર મજબૂત થાય છે. આ સિવાય પણ બ્રાહ્મી તેલના અઢળક ફાયદાઓ છે. બહુ ઓછા લોકો આ તેલના ફાયદાઓ વિશે જાણે છે. તો તમે પણ જાણો બ્રાહ્મમી તેલ કેવી રીતે તમારા હેર માટે ફાયદાકારક છે.
બ્રાહ્મી તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે અને સાથે હેરને મજબૂત બનાવે છે. આ તેલથી રોમ છિદ્રો અને વાળની જડ મજબૂત બને છે, જેના કારણે ટાલ પર વાળ આવે છે. આ તેલ તમે રેગ્યુલર વાળમાં નાંખો છો તો ખરતા વાળ બંધ થઇ જાય છે.
ગ્રોથ વધારવા માટે
વાળમાં તમે જ્યારે બ્રાહ્મી તેલ લગાવો ત્યારે વાળના મૂળને સારી રીતે પોષણ મળે છે જેના કારણે ગ્રોથ વધવામાં મદદ મળે છે. તમે ફટાફટ વાળનો ગ્રોથ વઘારવા ઇચ્છો છો તો બ્રાહ્મી તેલનો ઉપયોગ કરો. આ તેલ તમારા વાળને અનેક રીતે પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે બ્રાહ્મી તેલ સ્કેલ્પને ઠંડુ રાખવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ વઘારે છે.
સ્પ્લિટ એન્ડ્સ એટલે કે તમને ડબલવાળની સમસ્યા છે તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ તેલ વાળમાં નાખવાથી અનેક રીતે પોષણ મળે છે જેના કારણે સ્પ્લિટ એન્ડસની સમસ્યામાંથી તમને છૂટકારો મળે છે. આ સમસ્યાને કારણે વાળ વધારે ખરવા લાગે છે અને સાથે હેરને અનેક રીતે નુકસાન થાય છે.
ખોડો દૂર થાય
તમારા વાળમાં વારંવાર ખોડો થઇ જાય છે તો તમે બ્રાહ્મી તેલ નાંખવાનું શરૂ કરી દો. ખાસ કરીને વાળમાં ખોડો ફંગલ ઇન્ફેક્શનને કારણે થાય છે એવામાં આ તેલ તમે વાળમાં નાખો છો તો સ્કેલ્પ સાફ થાય છે જેના કારણે ખોડો થતો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર