Home /News /lifestyle /આઇબ્રો અને થ્રેડિંગ કરાવતા પહેલાં આ રીતે બરફનો ઉપયોગ કરો, જરા પણ બળશે નહીં અને વાળ નહીં ખેંચાય
આઇબ્રો અને થ્રેડિંગ કરાવતા પહેલાં આ રીતે બરફનો ઉપયોગ કરો, જરા પણ બળશે નહીં અને વાળ નહીં ખેંચાય
આઇબ્રો પહેલાં બરફ ઘસો
Reduce pain while making eyebrows: આઇબ્રો અને થ્રેડિંગ કરાવતી વખતે અનેક લોકોને બળતરા થતી હોય છે. આઇબ્રો કરાવતી વખતે અનેક લોકોને બળતરા થતી હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો આઇબ્રો કરાવતી વખતે જરા પણ વાળ ખેંચાશે નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક છોકરીઓ આઇબ્રો અને થ્રેડિંગ એ માટે કરાવતી નથી કારણકે આઇબ્રો કરાવ્યા પછી બળતરા બળે છે અને સાથે દુખતુ પણ હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો લુક સારો કરવા માટે આઇબ્રો અને થ્રેડિંગ કરાવવું ખૂબ જરૂરી છે. આઇબ્રો બહુ વધી ગઇ હોય તો આખો લુક બગાડીને મુકી દે છે. આ માટે આઇબ્રોને પ્રોપર શેપ આપવો ખૂબ જરૂરી છે. આમ, જો તમને પણ આઇબ્રો અને થ્રેડિંગ કરાવ્યા પછી બહુ બળે અને એ જગ્યા પર દુખે છે તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. આ ટિપ્સ તમે ફોલો કરો છો તો આઇબ્રો અને થ્રેડિંગ કરાવ્યા પછી તમને કશું જ થશે નહીં ને સ્કિન મસ્ત રહેશે.
ઘરે તમે શાવર લઇ લો પછી તરત જ આઇબ્રોને પ્લક કરી લો. ન્હાતી વખતે હેર ફોલિકલ્સ ઓપન થાય છે જેના કારણે વાળ સરળતાથી નીકળી જાય છે. આ માટે જ્યારે પણ તમે સ્નાન કરો એ પછી તરત જ પ્લક કરી લો. આમ કરવાથી તમને જરા પણ બળતરા થશે નહીં.
ઠંડી જેલ લગાવો
આઇબ્રો કરાવ્યા પછી તમે ઠંડી જેલ લગાવો. ઠંડી જેલ લગાવવાથી સ્કિનને મોઇસ્યુરાઇઝ થાય છે જેના કારણે બળતરા થતી નથી. આ માટે એલોવેરા જેલ, ફ્લેક્સ સીડ જેલ તમે ટ્રાય કરી શકો છો. ઠંડી જેલથી તમારી સ્કિન મસ્ત થઇ જાય છે.
વાળના રૂટ્સની શરૂઆત કરીને તમે એક જ ઝાટકામાં વાળ નિકાળી દો. ધીરે-ધીરે કરશો નહીં, આમ કરવાથી તમને બળતરા થાય છે. વાળની ટિપથી પકડીને તમે કરો છો તો અડધા વાળ તૂટતી જાય છે અને પૂરી રીતે ક્લિન થતુ નથી. આમ કરવાથી આઇબ્રો મસ્ત થઇ જશે.
બરફ લગાવો
તમે જ્યારે પણ આઇબ્રો અને થ્રેડિંગ કરાવી લો એ પહેલા અને પછી તમે હળવા હાથે બરફ ઘસો. બરફ ઘસવાથી સ્કિનમાં બળતરા થતી બંધ થઇ જાય છે. આઇબ્રો અને થ્રેડિંગ કરાવ્યા પહેલા તમે બરફ ઘસ છો તો હેર ફોલિકલ્સને નબળા કરે છે જેના કારણે વાળ ખેંચાતા નથી અને સ્કિન બળતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર