Home /News /lifestyle /મેક અપ રિમૂવ કરવા અજમાવો આ ઘરેલું નુસખાઓ, સ્કિન હેલ્ધી રહેશે અને ગ્લો કરશે   

મેક અપ રિમૂવ કરવા અજમાવો આ ઘરેલું નુસખાઓ, સ્કિન હેલ્ધી રહેશે અને ગ્લો કરશે   

મેક અપ રિમૂવ કરવાની સરળ રીત

Home remedies for make up remover: આજનાં આ સમયમાં મોટાભાગની છોકરીઓ મેક અપ કરવાની શોખીન હોય છે. મેક અપ કર્યા પછી એને રિમૂવ કરવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપને પ્રોપર રીતે રિમૂવ કરતા નથી તો સ્કિન અનેક રીતે ડેમેજ થાય છે. આમ, જો તમારા આ ઘરેલું ઉપાયોથી રિમૂવ કરશો તો સ્કિનને કોઇ નુકસાન નહીં થાય.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓની જીંદગીમાં મેક અપ એક મહત્વનો ભાગ ભજવે છે. મેક અપ સરળતાથી ફેસ પરની ખામીઓને જલદી છુપાવી લે છે. અનેક છોકરીઓને એવી આદત હોય છે જે મેક અપ વગર ઘરની બહાર નિકળતી હોતી નથી. મેક અપથી ફેસ મસ્ત લાગે છે અને સાથે સ્કિન પર એક ચમક પણ જોવા મળે છે. પરંતુ મેક અપ રિમૂવ કરવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપ રિમૂવ બરાબર કરતા નથી તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, તમને જણાવી દઇએ કે મેક અપને રિમૂવ કરવા માટે તમે ઘરેલું નુસખાઓનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. ઘરેલું નુસખાઓથી તમે મેક અપ રિમૂવ કરો છો તો સ્કિનને કોઇ નુકસાન થતુ નથી.

    આ પણ વાંચો:દહીંમાંથી ફેસ પેક બનાવો અને દૂર કરો ચહેરા પરના ખીલ

    ઓટ્સથી મેક અપ દૂર કરો


    ઓટ્સની સાથે દહીં, બદામનો પાવડર અને દહીં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. ત્યારબાદ એક જ સાઇડમાં રબ કરો. પછી ચહેરાને પાણીથી ધોઇ લો. આમ કરવાથી મેક અપ રિમૂવ થઇ જશે અને તમારી સ્કિનને કોઇ નુકસાન પણ નહીં થાય.

    આ પણ વાંચો:લીલી મેથીથી આ રીતે વાળને નેચરલી રીતે કાળા કરો

    સંતરાના પીલથી મેક અપ રિમૂવ કરો


    ઓર્ગેનિક કોકોનટ ઓઇલમાં સંતરાના પીલ અને લેવેન્ડર ઓઇલના કેટલાંક ટીપાં નાંખો અને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. પછી હુંફાળા પાણીથી ક્લિન કરી લો. આમ કરવાથી મેક અપ સરળતાથી રિમૂવ થઇ જશે અને સાથે સ્કિન પણ મસ્ત ગ્લો કરશો. આ પેસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે મેક અપ રિમૂવ કર્યા પછી તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.


    હંમેશા મેક અપ ટુલ્સને સાફ કરો


    સ્પોન્ઝ, પાઉડર પફ અને સ્પેશયલ એપ્લિકેટરને ટાઇમ-ટાઇમ પર સફાઇ કરતા રહો. બેક્ટેરિયા અને બીજી રીતની ગંદકી જલદી સાફ કરી લો. જો તમે મેક અપના બ્રશના સાફ કરતા નથી તો અનેક પ્રકારના સ્કિન ઇન્ફેક્શન થાય છે. ઘણાં લોકોને મેક અપ બ્રશ સાફ કરવાની આદત હોતી નથી. જો તમે પણ આવું કરો છો તો તમારે આ આદત બદલવી જોઇએ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Make up, Skin care

    विज्ञापन
    विज्ञापन