Home /News /lifestyle /Beuty Tips : સ્કિન કેરમાં આ રીતે કરો બટાકાનું ઉપયોગ, ફાયદા જાણશો તો બ્યૂટી પાર્લર જવાની નહીં પડે જરૂર

Beuty Tips : સ્કિન કેરમાં આ રીતે કરો બટાકાનું ઉપયોગ, ફાયદા જાણશો તો બ્યૂટી પાર્લર જવાની નહીં પડે જરૂર

સ્કિન કેર

Potato scrub: મોટાભાગના લોકોના ડેઇલી ડાયેટમાં બટાટા સામેલ હોય છે. તે જ સમયે, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરથી ભરપૂર બટાકા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે ઈચ્છો તો સ્કીન કેરમાં પણ બટાકાનો ઉપયોગ કરીને સ્કીનને લગતી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

વધુ જુઓ ...
    Potato benefits for skin care: શાકભાજીની યાદીમાં બટાકાનું નામ સૌથી ઉપર આવે છે. તે જ સમયે, બટાકાનો ઉપયોગ મોટાભાગના લોકોના ડેઇલી ડાયેટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે સ્કિન કેર રૂટીનમાં બટાકાનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હા, જો તમે ઇચ્છો તો સ્કીન કેરમાં બટાકાનો સમાવેશ કરીને જોતજોતામાં સ્કીનને ગ્લોઇંગ અને ખૂબસુરત બનાવી શકો છો. સામાન્ય રીતે સ્કીનની સ્પેશિયલ કેર કરવા માટે ક્રિમ અને સ્ક્રબનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ લગાવવાથી સ્કીન પર ઘણી આડઅસર થવાનો પણ ભય રહે છે. આવી સ્થિતિમાં પોટેટો ફેરનેસ ક્રીમ અને સ્ક્રબનો ઉપયોગ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે સ્કીનને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને સાથે જ નેચરલ સ્કીન ગ્લો લાવી શકો છો. તો ચાલો જાણીએ સ્કીન કેરમાં બટાકાનો ઉપયોગ અને તેના ફાયદા વિશે.

    પોટેટો સ્ક્રબ કેવી રીતે બનાવશો




    બટેટાનું સ્ક્રબ બનાવવા માટે 1 બટેટાને છીણી લો. હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ અને 2-3 ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે 5-10 મિનિટ સુધી સ્ક્રબ કરો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

    આ પણ વાંચો : Skin Care: મધનો આ પ્રયોગ તમારી સ્કીનને બનાવશે ચમકદાર, જાણો કઈ રીતે ખીલી ઉઠશે ચેહરો

    બટેટાનું સ્ક્રબ લગાવવાથી આ ફાયદો થાય છે




    પોટેટો સ્ક્રબ સ્કીન માટે નેચરલ ક્લીનઝર તરીકે કામ કરે છે. બટેટાનું સ્ક્રબ નિયમિત રીતે લગાવવાથી ત્વચાના ડેડ સેલ્સ સરળતાથી દૂર થઈ જાય છે. જેના કારણે તમે ટેનિંગ અને સનબર્નથી પણ સરળતાથી છુટકારો મેળવી શકો છો.

    પોટેટો ફેસ ક્રીમ બનાવો




    પોટેટો ફેસ ક્રીમ બનાવવા માટે, 1 બટેટાને છીણી લો. હવે તેને એક કપડામાં નાખીને ગાળી લો અને બટાકાનો રસ અલગ કરો. આ પછી 4-5 ચમચી બટાકાના રસમાં 1 ચમચી વિટામીન E કેપ્સ્યુલ, 1 ચમચી ગ્લિસરીન, 1 ચમચી એલોવેરા જેલ અને મોઈશ્ચરાઈઝર ક્રીમ નાખીને બરાબર મિક્સ કરો, તમારી ક્રીમ તૈયાર છે. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

    આ પણ વાંચો : ડાયાબિટીસથી લઈને હેલ્થી સ્કીન માટે અનેક રીતે લાભકારી છે બકરીનું દૂધ, જાણો તેના ફાયદા

    પોટેટો ક્રીમ લગાવવાથી ફાયદો થાય છે




    ત્વચાના ડાઘથી છુટકારો મેળવવા અને ફ્લોલેસ સ્મૂધ સ્કિન મેળવવા માટે પોટેટો ક્રીમનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. બટાકાની ક્રીમ લગાવવાથી ત્વચાનો રંગ નિખરે છે. આ સાથે, તમને ત્વચાને ગોરી કરવામાં પણ મદદ મળે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Beautiful Skin, Beauty care, Fair Skin, Skin care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन