Home /News /lifestyle /Jacqueline Fernandez નાં હોટ ફિગરનું આ છે રહસ્ય, જાણો અને ફોલો કરો તમે પણ આ ટિપ્સ

Jacqueline Fernandez નાં હોટ ફિગરનું આ છે રહસ્ય, જાણો અને ફોલો કરો તમે પણ આ ટિપ્સ

આ છે જેકલીનનું બ્યુટી સિક્રેટ

Jacqueline fernandez beauty secrets: જેકલીનની સુંદરતા પાછળ દેશી વસ્તુઓનું ઘણું મહત્વ છે. જેકલીન મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો નહીં પરંતુ આ રીતે પોતાની સ્કિન અને બોડીનું ધ્યાન રાખે છે. જેકલીન એની સ્કિન પર એક ડાઘ પણ પડવા દેતી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટું નથી.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  જેક્લીન ફર્નાન્ડીસ એના ફીગરનું બહુ જ ધ્યાન રાખે છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન અનેક લોકોના દિલમાં રાઝ કરે છે. જેકલીન પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર ખૂબસુરતીને કારણે અનેક લોકોની ફેમસ બની ગઇ છે. તમને જાણીને નવાઇ લાગશે કે જેકલીન એની સ્કિન પર કોઇ પણ જાતની મોંધી બ્યુટી પ્રોડક્ટસનો યુઝ કરતી નથી. એ પોતાની સ્કિન માટે દેશી ઉપચારોનો જ ઉપયોગ કરે છે. દેશી ઉપચારને કારણે જેકલીનની સ્કિન આટલી મસ્ત રહે છે. તો તમે પણ જાણી લો જેકલીનના આ બ્યુટી સિક્રેટ્સ વિશે, જેનાથી તમે તમારી સ્કિન અને બોડીને મસ્ત શેપ આપી શકો છો.

    પોતાને ડિટોક્સ રાખે છે

    એક્ટ્રેસ જેકલીન પોતાના દિવસની શરૂઆત ફ્રેશ ગ્રીન જ્યૂસની સાથે કરે છે. ત્યારબાદ એ અજમો, હળદર અને એપ્પલ સાઇડ વિનેગરનું સેવન કરે છે. આ વસ્તુઓ જેકલીનની સ્કિનને ક્લિન કરવાનું કામ કરે છે. આ વિશે જેકલીનનું કહેવું છે કે બેદાગ ત્વચા માટે આ સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: ભાત બનાવતી વખતે નાંખો આ રસ

    પીવે છે ભરપૂર પાણી

    એક્ટ્રેસ સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મેળવવા માટે એ દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવે છે. જેકલીન એના દિવસની શરૂઆત એક લીટરથી પાણીથી કરે છે. આ સિવાય જેકલીન જમ્યા પછી એક લીટર પાણી પી જાય છે. રાત્રીના સમયમાં જેકલીન ગ્રીન ટી પણ પીવે છે.

    યોગ અને વ્યાયામ કરે છે


    જેકલીન પોતાનું ફિગર મસ્ત રાખવા માટે યોગા અને વ્યાયામ દરરોજ કરે છે. જેકલીનના ફિગરની સૌથી મોટી સિક્રેટ ટિપ્સ આ છે. જેકલીન સોશિયલ મિડીયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. એ એના ફિટનેસના વિડીયો અનેક વાર ફેન્સની સાથે શેર કરતી હોય છે. એનું માનવું છે કે યોગ એની હેલ્ધી સ્કિન માટે ખૂબ જરૂરી છે. આનાથી શરીરમાં રક્ત સંચાર સારો થાય છે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ રહેતી નથી. એક્ટ્રેસ રાત્રે ભરપૂર ઊંઘ લે છે જેના કારણે એ બીજા દિવસે એકદમ રિલેક્સ ફીલ કરે છે.

    આ પણ વાંચો: નવરાત્રી પહેલા પીઠને ચમકાવી દો આ રીતે

    ખીલથી બચવા માટે સ્વીટ વસ્તુઓને ના કહો


    પિંપલ્સથી બચવા માટે જેકલીન ગળી વસ્તુઓ ખાતી નથી. જો કે જેકલીનને ગળ્યું ખાવાનું બહુ ગમે છે, પરંતુ એ એની સ્કિન માટે આ બધી વસ્તુઓથી દૂર રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bollywod, Bollywood actress, Jacqueline Fernandez, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन