Home /News /lifestyle /સ્કિનને ચમકતી અને હોટ દેખાવા હિના ખાન કરે છે એલો ક્યૂબ્સનો ઉપયોગ, આ રીતે બનાવે છે ઘરે

સ્કિનને ચમકતી અને હોટ દેખાવા હિના ખાન કરે છે એલો ક્યૂબ્સનો ઉપયોગ, આ રીતે બનાવે છે ઘરે

આ એક વસ્તુથી હિના ખાન સ્કિનની કેર કરે છે

Beauty tips of hina khan: હિના ખાન એની સ્કિનનું બહુ જ ધ્યાન રાખે છે. હિના ખાનની ગ્લોઇંગ સ્કિન માટે આ ઘરેલું ઉપાયો અજમાવે છે. હિના ખાનની સ્માર્ટનેસના અનેક લોકો દિવાના છે. હિના ખાન પોતાની એક્ટિંગને કારણે ખૂબ જ ફેમસ થઇ ગઇ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: યે રિશ્તા..સિરીયલથી જાણીતી થયેલી અક્ષરા એટલે કે હિના ખાનની ગ્લોંઇગ સ્કિન પાછળ અનેક રાઝ છુપાયેલા છે. અનેક લોકો હિના ખાનની સ્માર્ટનેસના દિવાના છે. ઇન્સ્ટા પર ફોટા શેર કરીને હિના ખાને લોકોના દિલમાં કંઇક અલજ સ્થાન બનાવી દીધું છે. હિનાનો સુંદર ચહેરો અનેક લોકોને ખૂબ જ ગમે છે. આ માટે મોટાભાગના ફેન્સ એની બ્યૂટી ટિપ્સ જાણવા માટે હંમેશા એક્સાઇટેડ રહે છે. જો કે હિના ખાન પણ એના બ્યુટી સિક્રેટ્સને ફેન્સની સાથે શેર કરતી હોય છે. હિના ખાન દિવસેને દિવસે પોતાને હોટ બનાવતી જાય છે. તો જાણો તમે પણ હિના ખાન સુંદર અને સ્માર્ટ દેખાવા કઇ ટિપ્સ ફોલો કરે છે.

    એલો ક્યૂબ્સ બેસ્ટ ઓપ્શન


    હિના ખાન એની સ્કિન પર ગ્લો લાવવા એલો ક્યૂબ્સનો ઉપયોગ કરે છે. આ માટે હિના ખાને એની ઘરની બાલકનીમાં એલોવેરાનો પ્લાન્ટ લગાવ્યો છે. એલોવેરા જેલથી હિના ખાન સ્કિનને ગ્લોઇંગ રાખે છે. આ હિના ખાન રોજ લગાવે છે.

    આ પણ વાંચો: કુકિંગ ગેસની બચત કરવા ફોલો કરો આ ટ્રિક

    આ રીતે તૈયાર કરે છે એલો ક્યૂબ્સ


    સૌથી પહેલા એલોવેરાના પાન લો અને એની છાલ કાઢી લો. ત્યારબાદ એના કટકા કરીને આઇસ પ્લેટમાં લઇ લો અને ફ્રિજરમાં મુકી દો. 15 થી 20 મિનિટ પછી ક્યૂબ્સની મદદથી ચહેરા પર મસાજ કરો. એલોવેરા  ક્યૂબ્સ સ્કિનને ગ્લો કરવામાં મદદ કરે છે.

    સ્કિન ટાઇટનિંગ માટે કરે છે આ કામ


    હિના ખાન એની સ્કિન પર રોજ મસાજ કરે છે. હિના ખાનની પોતાની સ્કિનની કેર અનેક રીતે રાખતી હોય છે. એક અહેવાલ મુજબ હિના ખાન પોતાની સ્કિન પર અનેક પ્રકારની વસ્તુઓ રોજ લગાવે છે અને સાથે સ્કિનની કેર પણ એટલી જ કરે છે.

    આ પણ વાંચો: શરીરમાંથી આવી ગંધ આવે તો ચેતજો

    તમને જણાવી દઇએ કે તમે પણ રોજ હિના ખાનની જેમ ફેસ પર મસાજ કરો છો તો તમારી સ્કિન ટાઇટ રહે છે. આ માટે તમે બદામનું તેલ, વિટામીન ઇ કેપ્સુલની સાથે હિના ખાન એની સ્કિનને ગ્લો કરવાનું કામ કરે છે. આ સિવાય હિના ખાન નારિયેળ તેલ અને મલાઇનો પણ ઉપયોગ ચહેરા પર કરે છે.


    ભરપૂર માત્રામાં પાણી પીવે


    હિના ખાન એની સ્કિનને ગ્લોઇંગ રાખવા માટે ઓછામાં ઓછું દિવસમાં બે લીટર જેટલું પાણી પી લે છે. પાણી પીવાથી એની સ્કિનની સાથે બોડી પણ ડિટોક્સ થાય છે. આ સિવાય નારિયેળ પાણી ભરપૂર માત્રામાં પીવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन