Home /News /lifestyle /Nail Care Tips: વારંવાર નખ તૂટી જાય છે? વધતા નથી? તો આ રીતે લગાવો મધ અને વધારો હાથની સુંદરતા

Nail Care Tips: વારંવાર નખ તૂટી જાય છે? વધતા નથી? તો આ રીતે લગાવો મધ અને વધારો હાથની સુંદરતા

આ રીતે મધથી વધારો નખની સુંદરતા

Nail Care Tips: નખ ખરાબ હોય તો હાથની સુંદરતા બગડી જાય છે. આ માટે જરૂરી છે કે નખ સારા અને સુંદર હોય. જો કે ઘણાં બધા લોકોના નખ બહુ જ ગંદા હોય છે. આ નખ સૌથી ખરાબ લાગે છે. આમ, જો તમે આ રીતે નખની કેર કરો છો તો નખ મસ્ત લાંબા અને મજબૂત થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડેમેજ, નબળા અને ગંદા નખ હાથને ખરાબ કરીને મુકી દે છે. આજકાલ નખ પાછળ લોકો અનેક ઘણો ખર્ચો કરતા હોય છે. હાલમાં નેઇલ એક્સટેન્શન, નેઇલ પેઇન્ટ કરાવવાનો ટ્રેન્ડ બહુ ચાલ્યો છે. અનેક છોકરીઓ તહેવાર પ્રમાણે પોતાને નખ પર અલગ-અલગ પ્રકારની ડિઝાઇન કરતા હોય છે. નખ પર કરાવેલું આ પેઇન્ટ હાથની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આ બધું ત્યારે જ સારું લાગે જ્યારે તમારા નખ લાંબા અને મસ્ત હોય. તૂટેલા, ડેમેજ અને નબળા નખ પર આ ટ્રિટમેન્ટ સારી લાગતી નથી. આમ, જો તમારા નખ પણ સારા નથી તો આ રીતે મઘનો ઉપયોગ કરીને નખને સુંદર અને લાંબા બનાવી દો. તો જાણો મધના આ ઉપયોગ  વિશે..

    મઘથી નખને કરો મોઇસ્યુરાઇઝ


    નખને મોઇસ્યુરાઇઝ કરવા માટે મધ સૌથી બેસ્ટ છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ નખને પણ મોઇસ્યુરાઇઝ કરવા બહુ જરૂરી છે. મોઇસ્યુરાઇઝ કરવાથી નખ તૂટતા નથી અને લાંબા પણ થાય છે. આ માટે તમે મધમાં થોડો લીંબુનો રસ નાંખો અને નખ પર મોઇસ્યુરાઇઝ કરો. આ પ્રયોગ તમારે રાત્રે કરવાનો રહેશે. ત્યારબાદ સવારમાં પાણીથી ધોઇ લો. તમારા નખ પર આ આખી રાત લગાવેલું રાખો.

    આ પણ વાંચો: આ લોકોએ ક્યારે પણ ના ખાવી જોઇએ મગફળી

    મધથી નખ ડેમેજ થતા બચે છે


    મધથી તમે નખની દેખરેખ કરો છો તમારા નખ મજબૂત થાય છે અને સાથે લાંબા પણ થાય છે. મધમાંથી મળતા પોષક તત્વોથી નખ ડેમેજ ક્યૂટિકલ્સ ઓછુ થાય છે જેના કારણે નખની સુંદરતા વધે છે.

    મધથી નખને મળે છે એકસ્ટ્રા હાઇડ્રેશન


    નખની મજબૂતી અને ખૂબસુરતી માટે એક્સ્ટ્રા હાઇડ્રેશનની જરૂર હોય છે. આ માટે તમે એક ચમચી કોકોનટ ઓઇલીમાં એક ચમચી મધ મિક્સ કરો અને નખ પર એની માલિશ કરો. આમ કરવાથી તમારા નખ પર થોડા જ દિવસોમાં ગ્લો આવી જશે.

    આ પણ વાંચો: દૂધની મલાઇ ફેસ પર લગાવો અને રહેવા દો આટલી મિનીટ,

    મધમાં એન્ટી ફંગલ ગુણ હોય છે



    તમને જણાવી દઇએ કે મધમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે રાત્રે જ્યારે સુઇ જાવો ત્યારે તમારા નખ પર મધના બેથી ત્રણ ટીપાં નાંખો અને 2 મિનિટ સુધી મસાજ કરીને પછી હાથના મોજા પહેરીને સુઇ જાવો. આમ કરવાથી નખની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Benefits of honey, Nails

    विज्ञापन
    विज्ञापन