ત્વચાને(Skin) ગ્લોઇંગ અને બેદાગ રાખવા માટે વાપરવામાં આવતા મોટાભાગના ફેસ પેક (Face Pack) અને બ્યૂટી પ્રોડક્ટ્સ ખૂબ મોંઘા હોય છે. જેના કારણે અમુક લોકો તેનો વપરાશ કરી શકતા નથી. તેથી આજે અમે અહીં તમને મેંદા (Fine Flour)થી બનેલ ફેસ પેક વિશે જણાવશું, જ ખૂબ ઓછા પૈસામાં તમારી સ્કીનને બેદાગ અને સુંદર બનાવવામાં મદદ કરશે. મેંદો એક એવી વસ્તુ છે જે ઓછા પૈસામાં મળી જાય છે અને લગભગ દરેક ઘરમાં હોય છે. આપને જણાવી દઇએ કે મેંદામાં રહેલા અનેક વિટામિન્સ કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તે સ્કિનને યંગ અને ગ્લોઇંગ બનાવવાની સાથે સ્કિન સંબંધી ઘણી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ મેંદાનું ફેસ પેક કઇ રીતે તૈયાર કરવામાં આવે છે.
ત્વચાને બેદાગ બનાવવા માટે
ખીલ, સનબર્ન અને ટેનિંગના કારણે ઘણી વખત ચહેરા પર ડાઘ થઇ જાય છે, જે સરળતાથી નથી જતા. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે મેંદા અને હળદરનું ફેસપેક બનાવી ચહેરા પર લગાવી શકો છો. આ સાથે જ જો તમે ઇચ્છો તો મેંદા અને એલોવેરા જેલને મિક્સ કરીને પણ ફેસ પેક તૈયાર કરી શકો છો.
જો તમારી સ્કિન ખૂબ ડ્રાય છે, તો તેમાં સોફ્ટનેસ લાવવા માટે અને તેને સોફ્ટ બનાવવા માટે તમે મેંદો, મધ અને દૂધનું ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. તે ડેડ સ્કિનને દૂર કરવામાં અને સ્કિનની ચમક વધારવામાં પણ મદદ કરશે. જો તમે ઇચ્છો તો મેંદો, લીંબુ અને ઓલિવ ઓઇલને મિક્સ કરીને પણ ફેસ પેક બનાવી શકો છો.
જો તમારા સ્કિન શુષ્ક અને નિસ્તેજ બની ગઇ છે તો સ્કિનમાં ગ્લો લાવવા માટે તમે મેંદો, દહીં અને ગુલાબજળનું ફેસ પેક લગાવી શકો છો. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને તમે થોડીવાર ફ્રીઝમાં રાખી દો અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરો.
તમે ઇચ્છો તો મેંદો અને લીંબુનુ ફેસ પેક પણ બનાવીને વાપરી શકો છો. તેમા રહેલ વિટામિન સી સ્કિનની શુષ્કતાને દૂર કરશે અને સાથે જ ત્વચાને ગ્લોઇંગ અને યુવાન બનાવવામાં મદદ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર