લાંબા નખ રાખો છો? તો આ રીતે કરો તેની સફાઇ

News18 Gujarati
Updated: January 28, 2020, 5:46 PM IST
લાંબા નખ રાખો છો? તો આ રીતે કરો તેની સફાઇ
પ્રતિકાત્મક તસવીર

દિવસમાં બે વાર 2 થી 5 મિનિટ હાથ ગરમ પાણીમાં રાખો.

  • Share this:
અનેક મહિલાઓને લાંબા નખ રાખવા ગમે છે. પણ મોટા ભાગની મહિલાઓ નખ પર નેલ પેઇન્ટ લગાવી તેની સાર સંભાળ કરવાનું ભૂલી જાય છે. અનેક વાર આ નખમાં કચરા પણ ભરાઇ જાય છે. જેની સફાઇ ના કરતા તમારા સ્વાસ્થય પર પણ આની ખોટી અસર પડી શકે છે. લાંબા નખ રાખવાનો શોખ હોય તો તેની સાર સંભાળ રાખવા માટે પણ થોડી માવજત કરવી પડે છે. તો નીચેની કેટલીક ટિપ્સ આ કામમાં તમારી સહાય કરશે.

અડધી વાટકી નારિયેળના તેલમાં અડધી વાટલી ખાંડ ઉમેરો. અને આ મિશ્રણને એક કાચની બરણીમાં ભરી રાખો રોજ સવારે સમય મળે ત્યારે આ મિશ્રણથી હાથનો મસાજ કરો. જેથી હાથનો મેલ પણ દૂર થશે અને હાથ મુલાયમ પણ બનશે. તે પછી હૂંફાળા પાણીથી હાથ સાફ કરી લો.

દિવસમાં બે વાર 2 થી 5 મિનિટ હાથ ગરમ પાણીમાં રાખો. અને નખની અંદરના મેલને નીકાળો. વળી એક પછી એક સતત નેલપેઇન્ટ વાળા નખ રાખવાનું ટાળો. સમયાંતરે તેવું પણ કરો કે તમારા નખ પર કોઇ નેલપેઇન્ટ એક વીક માટે ના હોય.

મહિનામાં ઓછામાં ઓછી બે વાર મેનિક્યોર કરો. જો બજારનું મેનિક્યોર મોંઘુ લાગતું હોય તો ઘરે પણ તમે જાતે મેનિક્યોર ઉપકરણોથી મેનિક્યોર કરી શકો છો.
લાંબા નખને વીકમાં એક વાર નેલ ફાઇલરથી શેપ આપો. સાથે જ સમયાંતરે નખને ઉપરથી થોડા કાપી શેપ આપો. આમ કરવાથી નખની મજબૂતાઇ પણ વધે છે. અને તે લાંબા સમય સુધી લાંબા અને મજબૂત રહે છે.

સાથે જ લાંબા નખ રાખવા હોય તો કેલિશિયમ યુક્ત ખોરાક પર પણ ફોકસ કરો. વધુમાં લીબુથી સપ્તાહમાં એક વાર નખ સાફ રાખવાનું રાખો. તેનાથી નખની ચમક વધશે.
First published: January 28, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading