Home /News /lifestyle /સનબર્નની સમસ્યા દૂર કરવા કેમિકલ પ્રોડક્ટ્સ નહીં, પરંતુ આ ઘરેલું ઉપાયોથી તરત મેળવો છૂટકારો

સનબર્નની સમસ્યા દૂર કરવા કેમિકલ પ્રોડક્ટ્સ નહીં, પરંતુ આ ઘરેલું ઉપાયોથી તરત મેળવો છૂટકારો

તડકામાં સ્કિન ખરાબ થઇ ગઇ છે?

Home Remedies For Sunburn: તડકાની અસર સીધી આપણી સ્કિન પર થાય છે. સનબર્નને કારણે આપણી સ્કિન કાળી પડવા લાગે છે અને સાથે-સાથે સ્કિનને લગતી અનેક સમસ્યાઓ થાય છે. આ માટે જરૂરી છે કે તડકાના સીધા કિરણોથી આપણી સ્કિનની બચાવવી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોઇને કોઇ કારણોસર આપણે તડકામાં નિકળવું પડતું હોય છે. તડકાની સૌથી મોટી અને ખરાબ અસર આપણી સ્કિન પર થાય છે. તડકાને કારણે ઘણી વાર આપણી સ્કિન પર કાળી થવા લાગે છે અને સાથે બીજી અનેક સમસ્યાઓ થતી હોય છે. સૂર્યના તેજ કિરણો આપણી સ્કિનની અનેક રીતે અસર કરે છે, જેને સનબર્ન કહેવામાં આવે છે. સ્કિન પર બળતરા થવાને કારણે ચહેરા પર લાલ જામા પડી જવા તેમજ સ્પોટ્સ દેખાઇ આવે છે. આ સાથે જ સ્કિનમાં બળતરા અને ખંજવાળની સમસ્યા પણ થતી હોય છે. એવામાં અનેક લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે જેની કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ હોતી નથી. તો જાણો આ અસરકારક ઘરેલું ઉપાયો વિશે..

    આ પણ વાંચો: દુકાનમાંથી દાળ લેતી વખતે આ વાતો પર આપો ધ્યાન

    બટાકા


    બટાકાનો માત્ર ખાવામાં જ નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. બટાકાનો રસ સનબર્નની સમસ્યાને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક બટાકું લો અને એને છોલીને પાતળી ગોળ સ્લાઇસ કરી લો. ત્યારબાદ આ સ્લાઇસને 20 મિનિટ માટે ચહેરા પર મુકી રાખો. આ સિવાય તમે બટાકાનો રસ કાઢીને પણ ફેસ પર લગાવી શકો છો. બટાકા સનબર્નની સમસ્યા સિવાય કોઇ પણ પ્રકારના ડાધાને દૂર કરવાની તાકાત ધરાવે છે.

    આઇસ ક્યૂબ્સ


    સ્કિન બળવાને કારણે ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. તમે ઇચ્છો તો બરફથી ફેશિયલ પણ કરી શકો છો. આ માટે એક ડિશમાં બરફ લો.

    આ પણ વાંચો: દિવાળીમાં આ રીતે મોમ-દીકરી ડ્રેસિંગ કરો મેચિંગ

    આ બરફને પાતળા કોટનના કપડામાં મુકો અને પછી ફેસ પર મસાજ કરો. આ મસાજ તમારે એકથી બે મિનિટ સુધી કરવાનો રહેશે. આમ કરવાથી સનબર્નની સમસ્યા દૂર થઇ જાય છે અને સાથે જ ચહેરા પર પહેલા કરતા મસ્ત નિખાર આવે છે.

    ગ્રીન ટી


    ગ્રીન ટી વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. ગ્રીન ટી તમે રેગ્યુલર દિવસમાં બે વાર પીઓ છો તો તમારું વજન ઓછુ થાય છે. ગ્રીન ટીમાં રહેલા તત્વો સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.


    ગ્રીન ટી સનબર્નની સમસ્યાને પણ દૂર કરે છે. ગ્રીન ટી બેગ્સને તમે ટેનિંગવાળી જગ્યા પર લગાવો અને 10 મિનિટ રહીને ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन