Home /News /lifestyle /જાણો ડ્રાય, ઓઇલી અને સેન્સેટિવ સ્કિન રિપેર કરવા કેવી રીતે ગ્લિસરીનનો ઉપયોગ કરશો

જાણો ડ્રાય, ઓઇલી અને સેન્સેટિવ સ્કિન રિપેર કરવા કેવી રીતે ગ્લિસરીનનો ઉપયોગ કરશો

ગ્લિસરીનના ફાયદાઓ

Glycerin benefits for skin: ગ્લિસરીન સ્કિન માટે સૌથી બેસ્ટ છે. તમે રેગ્યુલર ગ્લિસરીનનો આ રીતે ઉપયોગ કરો છો તો તમારી સ્કિન મસ્ત થઇ જાય છે. ગ્લિસરીન તમારા પગની સ્કિનને પણ રિપેર કરવાનું કામ કરે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગ્લિસરીન સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ગ્લિસરીનનો તમે આ અલગ-અલગ રીતે સ્કિન પર ઉપયોગ કરીને અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો. ગ્લિસરીનમાં હ્યુમેક્ટેન્ટ હોય છે જે ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે તમારા પોર્સને ભરીને તાજગી લાવવાનું કામ કરે છે. ગ્લિસરીનમાં રહેલા તત્વો સ્કિન માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે. ગ્લિસરીનમાં તમે આ વસ્તુઓ મિક્સ કરીને ઉપયોગ કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. ગ્લિસરીન તમને સરળતાથી મળી રહે છે. તો જાણો તમે પણ ગ્લિસરીનનો કેવી રીતે ઉપયોગ કરશો.

    આ પણ વાંચો: 30 વર્ષ પછી દરેક મહિલાઓએ આ ટેસ્ટ કરાવવા જોઇએ

    ડ્રાય સ્કિન માટે


    તમારી સ્કિન ડ્રાય છે તો તમે ગ્લિસરીન તમારા માટે બેસ્ટ છે. તમારી સ્કિન બહુ ફાટી જાય છે તો ગ્લિસરીન લગાવો અને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી સ્કિન ફાટશે નહીં અને ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળી જશે.

    ઓઇલી સ્કિન માટે


    ઓઇલી સ્કિનના લોકો માટે ગ્લિસરીન સૌથી બેસ્ટ છે. ગ્લિસરીને એક્સફોલિએશન પક્રિયામાં મહત્વતા ધરાવે છે જેના કારણે સ્કિન પર ચમક આવે છે અને સાથે સ્કિન પણ મસ્ત થાય છે. તમારી સ્કિન ઓઇલી છે તો તમે વિટામીન ઇમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ઓઇલ પ્રોડક્નને ઓછુ કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: જલદી અહીંથી સસ્તામાં શોપિંગ કરો

    સેન્સેટિવ સ્કિન માટે


    ગ્લિસરીન સંવદેશશીલ ત્વચાને કોમળ બનાવે છે અને ઓઇલને કંટ્રોલ કરે છે. આ સિવાય ત્વચા પર ગ્લો લાવે છે. સેન્સેટિવ સ્કિનવાળા લોકોએ ગ્લિસરીનમાં એલોવેરા જેલ મિક્સ કરીને પછી લગાવો. એલોવેરા જેલ અને ગ્લિસરીને તમારી સ્કિન પર મસ્ત રિઝલ્ટ આપે છે.


    એક્ને સ્કિન પર


    તમારી સ્કિન પર બહુ એક્ને છે તો તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ગ્લિસરીનમાં એલોવેરા જેલ નાંખો અને બરાબર મિક્સ કરી લો. તમે એલોવેરા જેલ નાખવા ઇચ્છતા નથી તો તમે લીમડાની પેસ્ટ બનાવીને નાંખી શકો છો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો અને પછી ફેસ પર લગાવો. તમે રેગ્યુલર આ પેસ્ટ સ્કિન પર લગાવો છો તો ખીલ દૂર થઇ જાય છે અને તમારી સ્કિન મસ્ત થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin care

    विज्ञापन
    विज्ञापन