Home /News /lifestyle /દૂધની મલાઇ ફેસ પર લગાવો અને રહેવા દો આટલી મિનીટ, ખીલથી લઇને અનેક સમસ્યાઓ થઇ જશે છૂ

દૂધની મલાઇ ફેસ પર લગાવો અને રહેવા દો આટલી મિનીટ, ખીલથી લઇને અનેક સમસ્યાઓ થઇ જશે છૂ

ચહેરા પર મલાઇ લગાવવાના ફાયદા

Milk cream benefits: દૂધની મલાઇ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જો તમે રેગ્લુયલર તમારા ફેસ પર મલાઇ લગાવો છો તો તમારી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. દૂધની મલાઇમાં રહેલા ગુણો તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચમકતી સ્કિન માટે મહિલાઓ અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. અલગ-અલગ પ્રકારના આ બ્યૂટી પ્રોડક્ટ્સ તમારી સ્કિનને લાંબા ગાળે અનેક રીતે નુકસાન કરે છે. આ માટે તમે ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરો છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયો તમારી સ્કિન પર મસ્ત ગ્લો લાવે છે અને સાથે સ્કિનને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. કેમિલક પ્રોડક્ટ્સને કારણે સ્કિન પર ખંજવાળ આવવી, બળતરા થવી, રેશિશ થવી જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. તો આજે અમે તમને એક મસ્ત ઉપાય બતાવીશું. વાત છે દૂધની મલાઇની. દૂધની મલાઇ સ્કિનની અનેક સ્કિન અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણો તમે પણ કેવી રીતે કરશો ઉપયોગ.

    આ રીતે કરો ઉપયોગ


    એક ચમચી મલાઇમાં લીંબુના 3 થી 4 ટીપાં નાંખો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ મલાઇ તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. નક્કી કરેલા સમય પછી કોટનની મદદથી તમારો ચહેરો લૂંછી લો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો.

    આ પણ વાંચો: 'કીટો ઉપમા' ખાવાથી વજન ઘટે છે સડસડાટ

    જાણો મલાઇ લગાવવાના ફાયદા


    સ્કિન મોઇસ્યુરાઇઝ કરે


    મલાઇમાં ફેટ્સની માત્રા બહુ સારી હોય છે જેના કારણે એ તમારી સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. તમારી સ્કિન ડ્રાય છે તો મલાઇ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મલાઇ તમારી સ્કિનની ડ્રાયનેસ ઓછી કરે છે.

    ત્વચા હેલ્ધી અને ગ્લો કરે


    મલાઇ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મલાઇ તમારી સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવાનું કામ કરે છે. જો તમે રોજ ચહેરા પર આ રીતે મલાઇ લગાવો છો તો તમારે કોઇ દિવસ ફેશિયલ કરાવવાની પણ જરૂર રહેતી નથી.

    આ પણ વાંચો: પેરેન્ટ્સની આ ભૂલો બાળકોને કરી દે છે ખરાબ

    કરચલીઓ નહીં પડે


    તમે રોજ દૂધની મલાઇ આ રીતે લગાવો છો તો તમારી સ્કિન પર ક્યારે પણ કરચલીઓ પડતી નથી. આ સાથે જ તમારી સ્કિન પર પહેલા કરતા પણ મસ્ત ગ્લો આવે છે. આમ, જો તમારી સ્કિન પર બહુ કરચલીઓ પડી છે તો તમે મલાઇ લગાવવાનું શરૂ કરી દો. આમ કરવાથી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Milk, Skin care, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन