Home /News /lifestyle /ઠંડીમાં frizzy hair થઇ જાય છે? તો ફોલો કરો જાવેદ હબીબની આ ટિપ્સ, વાળ મસ્ત થઇ જશે

ઠંડીમાં frizzy hair થઇ જાય છે? તો ફોલો કરો જાવેદ હબીબની આ ટિપ્સ, વાળ મસ્ત થઇ જશે

ફ્રિઝી હેર માટે ફોલો કરો ટિપ્સ

Hair tips: શિયાળામાં ફ્રિઝી હેરની સમસ્યા અનેક લોકોને રહેતી હોય છે. ફ્રિઝી હેર તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. આમ, જો તમે આ ઉપાયો અજમાવો છો તો તમારા હેર મસ્ત થઇ જાય છે.

    gલાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં ફ્રિઝી હેર થવાની સમસ્યા વધારે રહેતી હોય છે. ખાસ કરીને ગરમ પાણીથી હેર વોશ કરવામાં આવે છે જેના કારણે ફ્રિઝી વાળ ઝડપથી થઇ જાય છે જે દેખાવમાં બહુ ગંદા લાગે છે. આ માટે ફ્રિઝી વાળમાંથી છૂટકારો મેળવવો બહુ જરૂરી છે. આજે અમે તમને herzindagi.com પરથી હેર એક્સપર્ટ જાવેદ હબીબની કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા વાળને મસ્ત કરી શકો છો અને ફ્રિઝી વાળમાંથી છૂટકારો મેળવી શકો છો. જો તમે જાવેદ હબીબની આ વાતો માની લો છો તો ફ્રિઝી હેરમાંથી છૂટકારો મળી જાય છે. તો જાણો આ વિશે..

    હિટીંગ ટુલ્સનો ઉપયોગ ના કરો


    વાળને સુકાવવા માટે તમે શિયાળામાં હિટીંગ ટુલ્સનો ઉપયોગ કરો છો તો તમારે બંધ કરી દેવો જોઇએ. હિટીંગ ટુલ્સીથી તમારા વાળની સમસ્યા વધે છે. જો તમે હિટીંગ ટુલ્સનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો હિટ મીડિયમ રાખો અને પ્રોટેક્શન સ્પ્રેનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળ ઓછા ડેમેજ થાય છે.

    આ પણ વાંચો: ધક ધક ગર્લ માઘુરીના આ લુક્સને કરો રીક્રિએટ

    શેમ્પૂ


    આ દિવસોમાં હવા ઠંડી હોય છે જેના કારણે મોઇસ્યુરાઇઝિંગ શેમ્પૂનો ઉપયોગ કરો. આ સાથે જ વાળમાં તમે સલ્ફેટ ફ્રી નેચરલ શેમ્પૂનો ઉપયોગ કરો. આ ટાઇપના શેમ્પુથી તમારા વાળને નુકસાન ઓછુ થાય છે.

    કાંસકાનો ઉપયોગ કરો


    વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અને ફ્રિઝી હેરને સ્મૂધ બનવવા માટે વાળમાં કાંસકાનો ઉપયોગ કરો. આ માટે તમે એવા કાંસકાનો ઉપયોગ કરો જેનાથી તમારા વાળ ખેંચાય નહીં.

    આ પણ વાંચો: High Cholesterol થી બચવા આ તેલમાં જમવાનું બનાવો

    કન્ડિશનરનો ઉપયોગ કરો


    શિયાળાની સિઝનમાં તમે શેમ્પૂ પછી કન્ડિશનરનો ઉપયોગ જરૂર કરો. આ માટે તમે વાળમાં ઓઇલ નહીં નાંખો તો ચાલશે પણ માઇલ્ડ કન્ડિશનરનો ઉપયોગ જરૂર કરો. માઇલ્ડ કન્ડિશનર તમારા વાળને એક પ્રકારનું પોષણ આપવાનું કામ કરે છે.

    સોફ્ટ ટોવેલ


    વાળ માટે તમે હંમેશા સોફ્ટ ટોવેલનો ઉપયોગ કરો. આ માટે સોફ્ટ કોટન ટોવેલ એક બેસ્ટ ઓપ્શન છે. સોફ્ટ ટોવેલથી તમારા વાળને નુકસાન ઓછુ થાય છે.


    સીરમનો ઉપયોગ કરો

    વાળમાં તમે સીરમનો ઉપયોગ કરો. સીરમથી ફ્રિઝી હેર ઓછા થાય છે અને વાળ સિલ્કી થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair, Hair Care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन