દિવાળી (Diwali 2020)માં અનેક મહિલાઓ ઘરની તો સફાઇ કરે છે પણ તે પોતાની સુંદરતાનો એટલો ખ્યાલ નથી રાખતા. અને છેલ્લે છેલ્લે મોટા બ્યૂટી પાર્લર પણ મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે. પણ તમે આ વસ્તુ ઘરે પણ કરી શકો છો ખાસ કરીને આ કોરોના ટાઇમમાં જો તમે વધુ પૈસા ખર્ચવા ના માંગતા હોવ અને બ્યૂટીપાર્લન જવા ન ઇચ્છતા હોવ તો આજથી તમારે તમારી સ્ક્રીનનું ધ્યાન રાખવું પડશે. અને દિવાળી પતે ત્યાં સુધી એક બ્યૂટી રૂટિન ફોલો કરવું પડશે.
આ માટે રોજ સવારે તમારે કાચા દૂધની તમારો ચહેરો સાફ કરવાનો છે. અને તે પછી તેની પર મીઠું અને નારિયેળના તેલનું સ્ક્રબર લગાવીને ચહેરાને હળવા હાથે મસાજ કરવાનું છે. આ પછી ચહેરો કોટન કે ટીશ્યૂ પેપરથી સાફ કરી લો. હવે એલોવેરા, મધ અને હળદરની પેસ્ટ લગાવી છે. અને તે પછી સાંજે ફરી તમારા ચહેરાને સૂતા પહેલા કાચા દૂધથી સાફ કરવાનો છે.
આ માટે કાચા દૂધ ચહેરા લગાવો અને કોટનથી ચહેરો સાફ કરો. જો તમારી સ્ક્રીન ડ્રાય હોય તો તેની પર મધ અને ચપટી હળદરનો ફેસપેક લગાવો અને 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. અને જો તમારી સ્ક્રીન ઓઇલી હોય તો એલોવેરા અને ગુલાબજળનો ફેસપેક લગાવીને 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
અને રાતે સૂતા પહેલા ચહેરા પર સારું કોઇ મોશ્ચ્યુરાઇઝર લગાવીને સૂવાનું રાખો. સાથે જ વધુ પાણી, ફ્રૂટ જ્યૂસ અને ઓછું તેલ વાળી ભોજન લો. અને 30 મિનિટ ચાલો. આ રૂટિન જો તમે દિવાળી સુધી ફોલો કરશો તો તમારો ચહેરો જાતે જ ગ્લો કરવા લાગશે. અને તમે દિવાળી પછી પણ આ રૂટીનને સપ્તાહમાં 2 થી 3 વાર ઉપયોગમાં લઇ શકો છો.
વધુ વાંચો :
WhatsAppનું નવું ફિચર, હવે તમે તમારી ચેટને આ રીતે કરી શકો છો 'ગુમ'
આ ઉપરાંત નીચેની બ્યૂટી ટિપ્સ પણ તમે અજમાવી શકો છો. લીંબુના રસમાં થોડી દળેલી ખાંડ મિક્સ કરી ફેસ પર હળવેથી મસાજ કરો પછી તેને સુકાવા દો,સુકાય ગયા પછી હળવેથી ઘસો અને પછી ફેસ વૉશ કરી લો,આ મિશ્રણ સ્ક્રબનું કામ કરશે.મલાઈમાં થોડું મધ મિક્સ કરી ફેસ પર લગાવો, 10-15 મિનિટ પછી ધોઈ નાખો.
આ પ્રયોગથી ફેસ પર ચમક આવી જશે.ચોખાના લોટમાં થોડું દૂધ અને હળદર મિક્સ કરી ફેસ પર લગાવી લો, 20-25 મિનિટ પછી વોશ કરી લો, આ ફેસપેકથી સ્કીન ગ્લો કરશે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.