Union
Budget 2023

Highlights

Home /News /lifestyle /ફેસ પર બ્લીચ કરાવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન, નહીં તો ડાધા પડી જશે, આ સ્કિન ટોનના લોકોએ ના કરાવવું જોઇએ

ફેસ પર બ્લીચ કરાવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન, નહીં તો ડાધા પડી જશે, આ સ્કિન ટોનના લોકોએ ના કરાવવું જોઇએ

સ્કિન પર બળતરા થઇ શકે છે.

Face care tips: પહેલાનાં સમય કરતા આજે અનેક લોકો બ્યૂટી ટ્રિટમેન્ટ વધારે કરાવતા હોય છે. તમને જણાવી દઇએ કે આ પ્રકારની ટ્રિટમેન્ટમાં કેમિકલ્સનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવાથી એ તમારી સ્કિનને લાંબા ગાળે અનેક રીતે નુકસાન કરે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં ફેશિયલ, બ્લીચ, વેક્સ તેમજ બીજી અનેક પ્રકારની ટ્રિટમેન્ટનો સહારો લોકો વઘારે લેવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકો વારંવાર બ્લીચ કરાવતા હોય છે. બ્લીચ તમારી સ્કિનને લાંબા ગાળે અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જો કે આ વાત માનવામાં નહીં આવે, પરંતુ સાચી છે. આ સાથે જ બ્લીચ કરાવતા પહેલાં અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે આ વાતોને અવોઇડ કરો છો તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો તમે પણ બ્લીચ કરાવતા પહેલાં અને પછી કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

  આ પણ વાંચો:આ રીતે કોફીમાંથી ફેસ પેક બનાવો અને દૂર કરો કરચલીઓ

  • તમે ઘરે અથવા સલૂનમાં બ્લીચ કરાવો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં એ બ્લીચને તમારા હાથમાં ટેસ્ટ કરી લો. હાથમાં થોડુ બ્લીચ લગાવો અને પછી અમુક મિનિટ સુધી રહેવા દો. જો તમને વધારે બળતરા અને બીજી કોઇ સાઇડ ઇફેક્ટ્સ થાય છે તો તમે ફેસ પર લગાવવાનું ટાળો.


  આ પણ વાંચો:સિલ્કી હેર કરવા માટે આ રીતે વાળમાં સીરમ લગાવો   • તમે સલૂનમાં બ્લીચ વારંવાર બ્લીચ કરાવો છો તો ખાસ કરીને એ ધ્યાન રાખો કે તમે છેલ્લે ક્યારે બ્લીચ કરાવ્યુ હતુ. એક વાર બ્લીચ કરાવો એ પછી મહિનાથી ઉપર 8 થી 10 દિવસ જાય પછી બીજી વાર બ્લીચ કરાવો, નહીં તો તમારી સ્કિનને લાંબા ગાળે અનેક ઘણું નુકસાન થાય છે.

   • તમારી સ્કિન બહુ સેન્સેટિવ છે તો તમે બને ત્યાં સુધી બ્લીચ કરાવવાનું ટાળો. સેન્સેટિવ સ્કિન પર બ્લીચ કરાવવાથી એની અનેક સાઇડ ઇફેક્ટ્સ થાય છે. ઘણાં લોકોને તો ચહેરા પર ડાધા પણ પડી જાય છે.


  • તમે જ્યારે પણ ફેસ પર બ્લીચ લગાવો અને સામાન્ય બળતરા થાય તો તમે આ વાતને ઇગ્નોર કરો એ બરાબર છે, પરંતુ જો તમને વઘારે બળતરા થાય છે તો તમે તરત જ ફેસ ધોઇ લો.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Beauty care, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन