Home /News /lifestyle /ઠંડીમાં આ ફૂલનો ફેસ પેક ચહેરા પર લગાવો, જાણો તમારી સ્કિન ટોન પ્રમાણે કયો પેક બેસ્ટ રહેશે
ઠંડીમાં આ ફૂલનો ફેસ પેક ચહેરા પર લગાવો, જાણો તમારી સ્કિન ટોન પ્રમાણે કયો પેક બેસ્ટ રહેશે
સ્કિન પર નેચરલ ગ્લો લાવે
Beauty care tips: શિયાળામાં ફૂલો મસ્ત આવે છે. આ ફૂલો જોતાની સાથે જ આપણે ખુશ થઇ જઇએ છીએ. આ ફૂલો દેખાવમાં જેટલા સુંદર લાગે છે એટલા જ એ સ્કિન માટે ગુણકારી છે. આ ગુણકારી ફૂલો સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં મસ્ત ફૂલો આવે છે. આ ફૂલોમાં મસ્ત પ્રકારની સુગંધ હોય છે જે આપણાં માઇન્ડને રિલેક્સ કરવાનું કામ કરે છે. આ સિઝનમાં અનેક પ્રકારના ફૂલો ખીલે છે જેમ કે ગુલાબ, ચંપો, જાસુદ જેવા વગેરે..જો કે આ ફૂલોમાં અર્ક હોય છે જેનો ઉપયોગ તમે ચહેરાની સમસ્યાઓને ઓછી કરવામાં કરી શકો છો. તમે આ ફૂલોમાંથી મસ્ત પેક બનાવીને ચહેરા પર નિખાર લાવી શકો છો. આ તમને નેચરલ ગ્લો આપે છે. આ ફેસ પેક તમે સરળતાથી જ ઘરે બનાવી શકો છો. તો જાણો આ પેક વિશે તમે પણ..
તમારી સ્કિન ઓઇલી છે તો તમારા માટે આ ફેસ પેક સૌથી બેસ્ટ છે. આ ફેસ પેક તમે મેરીગોલ્ડ અને હળદરનો ઉપયોગ કરીને બનાવી શકો છો. આ ફેસ પેક તમારા ચહેરા પર ગ્લો લાવે છે અને સાથે ક્લિન કરવાનું કામ કરે છે.
ડ્રાય સ્કિન માટે ગુલાબ અને એલોવેરા ફેસ પેક
તમારી સ્કિન ડ્રાય છે તો તમે ગુલાબ અને એલોવેરા જેલમાંથી ફેસ પેક બનાવો. બે વસ્તુઓમાંથી બનતો આ ફેસ પેક ડ્રાય સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ બે વસ્તુ ડ્રાય સ્કિનને દૂર કરે છે સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. આ પેક હાઇડ્રેટિંગ ગુણોથી ભરપૂર હોય છે જે ડ્રાય સ્કિન માટે સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલ તમારી સ્કિન પર આવતી ખંજવાળને પણ દૂર કરે છે. તમે એકલી એલોવેરા જેલથી પણ તમારી સ્કિન પર મસાજ કરી શકો છો.
તમારી સ્કિન બહુ જ સેન્સેટિવ છે તો તમે આ પેકનો ઉપયોગ કરો. આ પેકથી તમારી સેન્સેટિવ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. સેન્સેટિવ સ્કિન માટે મધ ફાયદાકારક છે. મધમાં રહેલા ગુણો સ્કિનને કોમળ બનાવે છે અને સાથે સ્કિન પર ગ્લો લાવે છે.
એક્નેવાળી સ્કિન માટે જાસુદનો ફેસ પેક
તમારા ફેસ પર બહુ ખીલ થયા છે તો તમે જાસુદના ફેસ પેકનો ઉપયોગ કરો. જાસુદ તમારી સ્કિન પર ગ્લો લાવે છે અને સાથે ખીલને દૂર કરવાનું કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર