Home /News /lifestyle /પાંપણોને લાંબી+ભરાવદાર બનાવવા લગાવો આ તેલ અને જેલ, અઠવાડિયામાં રિઝલ્ટ મળી જશે

પાંપણોને લાંબી+ભરાવદાર બનાવવા લગાવો આ તેલ અને જેલ, અઠવાડિયામાં રિઝલ્ટ મળી જશે

આ નુસ્ખાઓથી પાંપણોને ભરાવદાર બનાવો

Eyelash growth Tips: ઘણી બધી છોકરીઓની પાંપણો બહુ આછી હોય છે. પાંપણો આછી હોવાને કારણે ફેસ સારો લાગતો નથી. આ માટે અનેક છોકરીઓની એવી ઇચ્છા હોય છે કે એની પાંપણો લાંબી અને ભરાવદાર હોય.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આંખોની ખૂબસુરતી વધારવામાં પાંપણની અહમ ભૂમિકા રહેલી છે. એવામાં દરેક છોકરીની ઇચ્છા હોય છે કે મારી પાંપણ લાંબી અને ભરાવદાર હોય. જે છોકરીઓની પાંપણ લાંબી, કાળી અને ભરાવદાર હોય છે એમનો ચહેરો મસ્ત લાગે છે. જ્યારે તમે કોઇ છોકરીને જુઓ છો ત્યારે તમારું સૌથી પહેલું ધ્યાન એની પાંપણ પર જાય છે. ઘણી બધી છોકરીઓને મસ્કરા લગાવવાની જરૂર પડતી હોય છે. મસ્કરા લગાવવાથી પાંપણ મસ્ત અને ભરાવદાર લાગે છે. લાંબી પાંપણો કરવા માટે છોકરીઓ અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવે છે. પરંતુ તમે આ ઘરેલું નુસ્ખાઓ અજમાવો છો તો પાંપણ મસ્ત થઇ જાય છે અને ફેસ મસ્ત લાગે છે. તો જાણો તમે પણ આ નુસ્ખાઓ વિશે..

    આ પણ વાંચો: બદામ, દહીં અને હળદરથી દૂર કરો ટેન સ્કિન

    આ તેલથી માલિશ કરો


    પાંપણોને લાંબી કરવા માટે તમે તેલનો ઉપયોગ કરી શકો છો. પાંપણોને ભરાવદાર અને લાંબી કરવા માટે તમે જૈતુનનું તેલ, નારિયેળનું તેલના ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ તમારે રાત્રે ઊંઘતા પહેલાં પાંપણો પર લગાવવાનું રહેશે. આ તેલથી તમારે માલિશ કરવાની રહેશે.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો

    એલોવેરા જેલ


    એલોવેરા જેલ સ્કિન માટે સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલ સ્કિનને સુંદર અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. પાંપણોને તમે લાંબી અને ભરાવદાર બનાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

    એલોવેરા જેલ તમે પાંપણો પર લગાવો છો અને 2 મિનિટ માટે માલિશ કરો છો તો પાંપણો લાંબી અને ભરાવદાર થાય છે. આ માટે તમે રોજ સવારમાં સ્નાન કર્યા પહેલાં એલોવેરા જેલ પાંપણો પર લગાવો અને પછી ચહેરો ધોઇ લો. આમ કરવાથી પાંપણો ભરાવદાર થાય છે.

    વિટામીન ઇ ઓઇલ


    વિટામીન ઇ ઓઇલથી તમે તમારી પાંપણોને ભરાવદાર બનાવી શકો છો. આ માટે વિટામીન ઇ કેપ્સુલને કટ કરી લો અને એમાંથી તેલ નિકાળીને આંગળીઓની મદદથી પાંપણો પર મસાજ કરો.



    આ મસાજ તમારે 10 થી 15 મિનિટ સુધી કરવાનો રહેશે. આ પક્રિયા તમે રોજ કરો છો તો પાંપણોનો ગ્રોથ વધે છે અને સાથે લાંબી પણ થાય છે. આ પાંપણો તમારા ફેસને મસ્ત બનાવવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन