Home /News /lifestyle /ચપટીમાં વાળમાંથી 'જૂ' કાઢવા અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, નહીં આવે ખંજવાળ અને વધશે ગ્રોથ
ચપટીમાં વાળમાંથી 'જૂ' કાઢવા અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, નહીં આવે ખંજવાળ અને વધશે ગ્રોથ
વાળમાં પડેલી જૂ દૂર કરો
Lice Remedies: વાળમાં જૂ પડવી એ એક સામાન્ય બાબત છે. વાળમાં જૂ પડવાને કારણે વાળ ખરવા લાગે છે, ખંજવાળ આવે છે તેમજ બીજી અનેક સમસ્યાઓ થાય છે. આ માટે જરૂરી છે કે વાળમાં જૂને દૂર કરવી. વાળમાં જૂ પડે ત્યારે કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બધા લોકોને વાળમાં જૂ પડતી હોય છે. જૂ પડવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આ સમસ્યા આમ જોવા જઇએ તો પહેલાં કરતા હવે ઓછી થઇ ગઇ છે. પહેલાનાં આ સમયમાં અનેક લોકોને વારંવાર વાળમાં જૂ પડતી હતી. પરંતુ હવે લોકો કેર કરતા વઘારે થઇ ગયા છે જેના કારણે આ રેસિઓ ઓછો થઇ ગયો છે. વાળમાં જ્યારે જૂ પડે ત્યારે વાળને અનેક રીતે નુકસાન થતુ હોય છે. આ સાથે જ ખંજવાળ પણ બહુ આવે છે. જૂ વાળમાં સ્કેલ્પ પર ચોંટી જાય છે જેના કારણે એને નિકાળવી અઘરું કામ બની જાય છે. હવે બજારમાં પણ જૂ મારવાની અનેક દવા અને શેમ્પૂ મળતા થઇ ગયા છે. પરંતુ જો તમે આ ઘરેલું ઉપાયોથી જૂ કાઢો છો તો વાળને કોઇ નુકસાન થતુ નથી.
આ પણ વાંચો: કરવા ચોથના દિવસે માત્ર 15 મિનિટમાં લાવો ઇન્સ્ટન્ટ ગ્લો
લસણ
લસણ જૂ કાઢવા માટેની સૌથી બેસ્ટ દવા છે. આ માટે તમે લસણની 8 થી 10 કળી લો અને એની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. ત્યારબાદ વાળમાં કાંસકી ફેરવો અને પછી હુંફાળા પાણીથી હેર વોશ કરી લો. હેર વોશ તમારે નોર્મલ શેમ્પુથી કરવાના રહેશે. આ ઉપાય તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો છો તો વાળમાંથી બધી જૂ નિકળી જશે અને ખંજવાળ પણ નહીં આવે.
જૈતુનનું તેલ
જૈતુનનું તેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. રાત્રે ઊંઘતા પહેલા તમે વાળમાં જૈતુનનું તેલ લગાવી દો અને વાળમાં કાંસકો ફેરવો. આમ કરવાથી વાળમાંથી જૂ બહાર નિકળી જશે. ત્યારબાદ તમે હર્બલ શેમ્પુથી હેર વોશ કરી લો. આ ઉપા તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે.
લીમડાના પાનની કડવાશ સ્કિન અને હેલ્થ એમ બન્ને માટે બહુ ફાયદાકારક છે. લીમડાના પાન જૂને મારવાનું કામ કરે છે. આ માટે તમે લીમડાના પાન લો અને એમાં થોડુ પાણી નાંખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટ વાળમાં લગાવો અને કલાક સુધી રહેવા દો.
આ પ્રોસેસ થઇ જાય પછી નોર્મલ શેમ્પુથી હેર વોશ કરી લો. લીમડાના પાન વાળમાંથી જૂ ભગાડવા માટે સૌથી બેસ્ટ છે. તમને બજારમાંથી પણ સરળતાથી આ તેલ મળી રહે છે. હેર વોશ કર્યા પછી વાળમાં કાંસકી ફેરવી લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર