Home /News /lifestyle /આ સમયે ચહેરા પર લગાવો દેસી ઘી, ડ્રાય સ્કિનથી લઇને આ સમસ્યાઓ દૂર થઇ જશે
આ સમયે ચહેરા પર લગાવો દેસી ઘી, ડ્રાય સ્કિનથી લઇને આ સમસ્યાઓ દૂર થઇ જશે
દેસી ઘી લગાવવાના ફાયદા
Benefits of desi ghee: દેસી ઘી સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે આ રીતે દેસી ઘીનો ઉપયોગ કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સાથે જ દેસી ઘી તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દેસી ઘી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દેસી ઘી સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ છૂટકારો અપાવવાનું કામ કરે છે. આમ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દેસી ઘીનો ઉપયોગ શિયાળામાં તમે સ્કિન માટે કરો છો તો સૌથી બેસ્ટ છે. ઠંડીમાં ખાસ કરીને સ્કિન ડ્રાય વધારે થઇ જાય છે જેના કારણે ખંજવાળ, રેસિશ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. આ સાથે જ ડિહાઇડ્રેશનને કારણે સ્કિન ડલ પડી જાય છે અને કરચલીઓ પડવા લાગે છે. એવામાં તમે આ બધી જ સમસ્યામાંથી રાહત મેળવવા ઇચ્છો છો તો દેસી ઘી એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો કેવી રીતે દેસી ઘીનો ઉપયોગ કરશો.
રાત્રે ચહેરા પર દેસી ઘી લગાવવાના ફાયદા
કરચલીઓ નહીં પડે
દેસી ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. તમારા ફેસ પર બહુ કરચલીઓ પડી છે તો તમે રોજ રાત્રે દેસી ઘી ચહેરા પર લગાવો. દેસી ઘી સ્કિનના પોર્સ ભરે છે જે કોલેઝન બુસ્ટ કરે છે જેના કારણે ફેસ પર કરચલીઓ પડતી નથી.
ડ્રાય સ્કિનની સમસ્યામાંને દૂર કરવા માટે દેસી ઘી સૌથી બેસ્ટ છે. દેસી ઘી તમે રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો છો તો ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળે છે. ઘીમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે ત્વચાની નમીને લોક કરી દે છે અને સ્કિનને મસ્ત બનાવે છે.
તમે રોજ રાત્રે દેસી ઘી ફાટેલા હોઠ પર લગાવો છો તો સ્કિન કોમળ થાય છે અને સાથે હોઠ પણ મસ્ત થઇ જાય છે. ફાટેલા હોઠની સ્કિનને કોમળ બનાવવા માટે દેસી ઘી સૌથી બેસ્ટ છે. આ ઘી તમારે રોજ રાત્રે ઊંઘતા પહેલા લગાવવાનું રહેશે.
બ્લડ સર્કુલેશન સારું રહે
દેસી ઘીથી તમે રોજ રાત્રે ચહેરા પર મસાજ કરો છો તો બ્લડ સર્કુલેશન સારું થાય છે. આ સાથે જ ચહેરો પણ ખીલી ઉઠે છે. દેસી ઘી તમારા બોડીમાં એનર્જી લાવવાનું કામ પણ કરે છે.
નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની અવશ્ય સલાહ લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર