Beauty Tips: મેથીથી બનાવેલી સ્કિન લાઈટનિંગ ક્રીમ ત્વચા બનાવશે બેદાગ, અહીં જાણો બનાવવાની પદ્ધતિ અને ફાયદા

પ્રતિકાત્મક તસવીર

skin care Beauty Tips: ચહેરા પરના ડાઘ દૂર કરવામાં મેથી લાભદાયક નીવડે છે. જેના કારણે ચહેરો સુંદર (Beauty)દેખાય છે. સુંદરતા નિખારે છે. જે લોકો બેદાગ ત્વચા ઈચ્છતા હોય તેઓ કેમિકલની ક્રીમના સ્થાને મેથીનો ઉપયોગ કરીને સ્કીન લાઈટનિંગફેસ ક્રીમ બનાવી શકે છે.

  • Share this:
Fenugreek Skin Lightening Face Cream: શરીરને તંદુરસ્ત (Fit) રાખવા માટે મેથી (Fenugreek seeds)નો ઉપયોગ ઘણા લોકો કરે છે. મેથી શરીરની સાથે વાળને સુંદર બનાવવામાં પણ ફાયદાકારક છે. મેથીના દાણાના ઉપયોગથી તમે વાળની તકલીફ દૂર કરી શકો છો. આ સાથે ત્વચાને લગતા પ્રશ્નોમાં પણ રાહત મળે છે. ચહેરા પરના ડાઘ દૂર કરવામાં મેથી લાભદાયક નીવડે છે. જેના કારણે ચહેરો સુંદર (Beauty)દેખાય છે. સુંદરતા નિખારે છે. જે લોકો બેદાગ ત્વચા ઈચ્છતા હોય તેઓ કેમિકલની ક્રીમના સ્થાને મેથીનો ઉપયોગ કરીને સ્કીન લાઈટનિંગફેસ ક્રીમ બનાવી શકે છે. અહી આ ક્રીમ બનાવવાની પદ્ધતિ જણાવવામાં આવી છે.

ફેસ ક્રીમ બનાવવાની સામગ્રીskin care

એક ચમચી મેથીના દાણા

એક ચમચી હળદરનો પાવડર

બે ચમચી એલોવેરા જેલ

અડધો કપ પાણી

ફેસ ક્રીમ બનાવવાની રીત
સ્કીન લાઈટનિંગ ફેસ ક્રીમ બનાવવા માટે મેથીના દાણાને મિક્સરમાં ઝીણું પીસી પાવડર બનાવો. હવે તપેલી કે અન્ય કોઈ વાસણમાં પાણી ઉકળવા મૂકો અને મેથીનો પાવડર પાણીમાં નાખી દો. હવે ધીમા તાપે તેને તૈયાર થવા દો. પાણી ઉકળી જાય એટલે તેમાં હળદર પાવડર નાખી દો. હવે થોડો સમય ઊકળવા દો. મિશ્રણ ગાઢ થવા લાગે એટલે સ્ટવ બંધ કરી વાસણ નીચે ઉતારી લો. હવે આ મિશ્રણને બીજા વાસણમાં ગાળી લો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં એલોવેરા જેલ ભેળવો અને કન્ટેનરમાં રાખી ફ્રીજમાં મૂકી દો.

આવી રીતે કરો ઉપયોગ
દરરોજ રાત્રે સૂતાં પહેલાં ચહેરાને પાણીથી ધોઈ નાખો. હવે સ્કીન લાઈટનિંગ ક્રીમને ચહેરા પર લગાવી બે મિનિટ સુધી સર્ક્યુલર મસાજ કરો. તેને આખી રાત આવી રીતે જ રહેવા દો અને સવારે ચહેરો ધોઈ નાખો.

આ પણ વાંચોઃ-Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

આટલા ફાયદા થશે
મેથીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેમાં વિટામિન એ અને વિટામિન-સી જેવા પોષક તત્વ પણ મળી આવે છે. મેથીથી તૈયાર કરેલા સ્કીન લાઈટનિંગ ફેસ ક્રીમનો ઉપયોગ કરવાથી ચહેરા પર રહેલા ખીલ, સનબર્ન, ટેનિંગ અને ડાઘ દૂર થશે અને ચહેરો ખીલી ઉઠશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by:ankit patel
First published: