Castor Oil Benefits: આંખો નીચે કાળા ડાઘાઓ (Dark Circles) હકીકતમાં વધુ પડતો થાક (Weakness), ઊંઘની ઉણપ અને અનહેલ્થી લાઇફ સ્ટાઇલ (Unhealthy Lifestyle)ના કારણે થાય છે. પરંતુ ઘણી વખત તેનું કારણ શરીરમાં આયરન (Iron)ની કમી અથવા જેનેટિક પણ હોઇ શકે છે. એવામાં જો તમે ખાણીપીણી પર ધ્યાન આપો અને આયરનથી ભરપૂર ભોજન લેશો તો તમારી આ સમસ્યા ઠીક થઇ શકે છે. તેને ઠીક કરવા માટે તમારા આઇ કેર રૂટિન (Eye Care Routine)માં જો તમે કેસ્ટર ઓઇલ (Castor Oil) સામેલ કરી લેશો તો તે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદરૂપ બનશે. હકીકતમાં કેસ્ટર ઓઇલમાં પ્રચૂર માત્રા ફેટી એસિડ હોય છે જે તમારી ત્વચાને પોષણ આપે છે અને હાઇડ્રેટ રાખે છે. કેસ્ટર ઓઇલમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ ફ્રી રેડિક્લસથી થનારા નુકસાનથી પણ આ નાજુક સ્કીન(Skin)ને બચાવે છે. તો આવો જાણીએ ડાર્ક સર્કલ્સને દૂર કરવા તમે કઇ રીતે કેસ્ટર ઓઇલ (Castor Oil) એટલે કે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો.
આ રીતે કરો ઉપયોગ
- સૌથી પહેલા ચહેરાના સારી રીતે સાફ કરો અને કેસ્ટર ઓઇલના અમુક ટીપાને આંગળી પર લઇને ઘસો. આમ કરવાથી તે થોડું ગરમ થઇ જશે. હવે તે આંખોની નીચે લગાવો અને એકથી બે મિનિટ સુધી ધીમે ધીમે મસાજ કરો. તમે તેને રાત્રે સૂતા પહેલા કરશો તો વધુ ફાયદાકારક સાબિત થશે.
- તમે કેસ્ટર ઓઇલ અને બદામના તેલને સાથે મિક્સ કરી અને આંગળીથી આંખો પર મસાજ કરો. તેને આંખો પર રાતભર રાખો.
- કેસ્ટર ઓઇલ અને નારિયલના તેલને સરખી માત્રામાં મિક્સ કરી લો અને તેને ડાર્ક સર્કલ પર અને ઉપરના ભાગે લગાવો. હળવા હાથો વડે મસાજ કરો અને તેને રાતભર રહેવા દો. નારિયેલના તેલમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફેટી એસિડ હોય છે જે આંખોના સેલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
- તમે એક ચમચી કેસ્ટર ઓઇલમાં 1 ચમચી દૂધ મિક્સ કરો. હવે તેને આંખો નીચે ધીમે ધીમે લગાવો અને એક કલાક બાદ નવશેકા પાણી વડે સાફ કરી લો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ સ્કિનના રંગને નિખારશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. Gujarati New18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર