Home /News /lifestyle /ફટકડી અને નારિયેળ તેલથી સફેદ વાળ નેચરલી રીતે થાય છે બ્લેક, જાણો એપ્લાય કરવાની રીત અને ફાયદાઓ  

ફટકડી અને નારિયેળ તેલથી સફેદ વાળ નેચરલી રીતે થાય છે બ્લેક, જાણો એપ્લાય કરવાની રીત અને ફાયદાઓ  

હેર કેર ટિપ્સ

Hair care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા રહેતી હોય છે. વાળ માટે એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે ફટકડી અને નારિયેળ તેલનો આ રીતે ઉપયોગ કરો છો વાળની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફટકડી અને નારિયેળ તેલનું કોમ્બિનેશન સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ આ હેર માટે ખૂબ જ ફાયદાકારક છે. ફટકડીમાં એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનને ઓછા કરે છે, જ્યારે નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય નારિયેળ તેલ વાળને અંદરથી મોઇસ્યુરાઇઝ કરવામાં મદદ કરે છે. આમ, જો તમે આ બન્ને વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો છો તો હેરની અનેક ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે. વાળ સારા થવાને કારણે તમારી પર્સનાલિટી પણ મસ્ત પડે છે. તો જાણો કેવી રીતે ઉપયોગ કરશો.

આ પણ વાંચો: આ રીતે ટી ટ્રી ઓઇલથી નખની ફંગસ દૂર કરો

ફટકડી અને નારિયેળ તેલના ફાયદા


સફેદ વાળને કાળા કરે


સફેદ વાળને કાળા કરવા માટે તમે ફટકડી અને નારિયેળનો તેલ ઉપયોગ કરી શકો છો. આ બન્ને વસ્તુ મળીને વાળમાં કોલેઝન બુસ્ટ કરે છે અને વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ સિવાય નારિયેળ તેલ વાળની ક્વોલિટી સુધારે છે. આ માટે તમે પણ વાળને કાળા કરવા માટે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી દો અને પછી વાળમાં લગાવો. આમ કરવાથી વાળ કાળા થશે.

આ પણ વાંચો: આ રીતે ઠંડીમાં પાતળા વાળની કેર કરો

વાળમાં ખોડો નહીં થાય


ઘણાં લોકોને વાળમાં બહુ જ ખોડો થતો હોય છે. વાળમાં ખોડો થવાને કારણે અનેક સમસ્યાઓ થવા લાગે છે. નારિયેળ તેલ અને ફટકડી તમાર વાળમાંથી ખોડો દૂર કરવાનું કામ કરે છે. તમે નારિયેળ તેલમાં ફટકડી મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો છો તો ખોડો દૂર થઇ જાય છે.

વાળમાં જૂ મારવાનું કામ કરે


ઘણાં લોકોના વાળમાં વારંવાર જૂ પડી જતી હોય છે. આ બન્ને વસ્તુ જૂ મારવાનું કામ કરે છે. રેગ્યુલર તમે ફટકડી અને નારિયેળ તેલ વાળમાં લગાવો છો તો વાળમાં રહેલી જૂ મરી જાય છે. રેગ્યુલર તમે વાળમાં  આ તેલ લગાવો છો તો જૂ મરી જાય છે.


નારિયેળ તેલ અને ફટકડીનો આ રીતે ઉપયોગ કરો


ફટકડી અને નારિયેળ તેલનો ઉપયોગ કરવા માટે તમે પહેલાં તેલને ગરમ કરી લો. હવે આમાં ફટકડીને પીસીને મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલને વાળમાં લગાવો.

આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.
First published:

Tags: Hair care, Hair Care tips, Life style