Home /News /lifestyle /વાળમાં ચોંટેલો ડેન્ડ્રફ એકદમ સાફ કરવા કેસ્ટર ઓઇલ બેસ્ટ છે, આ 2 રીતે ઉપયોગ કરો
વાળમાં ચોંટેલો ડેન્ડ્રફ એકદમ સાફ કરવા કેસ્ટર ઓઇલ બેસ્ટ છે, આ 2 રીતે ઉપયોગ કરો
વાળમાં સ્કેલ્પ પર મસાજ કરો.
Hair care tips: અનેક લોકોની ફરિયાદ હોય છે કે ઠંડીમાં ખોડો વધારે થાય છે. જો કે આ વાત સાચી છે. વાળમાંથી ખોડો દૂર કરવો ખૂબ જરૂરી છે. જો તમે વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરતા નથી તો વાળને અનેક રીતે નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં વાળમાં ખોડો થવાની સમસ્યા વઘારે રહેતી હોય છે. વાળમાં ખોડો થાય અને તમે પ્રોપર ધ્યાન આપતા નથી તો વાળને અનેક રીતે નુકસાન થાય છે. આ સમસ્યા ઠંડીમાં કોમન હોય છે. વાળમાંથી ખોડો દૂર કરવા માટે અનેક પ્રકારની પ્રોડક્ટ્સ બજારમાં મળતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ આ પ્રકારની પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનો ઉપયોગ વઘારે માત્રામાં થાય છે જે લાંબા ગાળે અનેક નુકસાન કરે છે. આ માટે વાળમાંથી ખોડો દૂર કરવા માટે નેચરલ ઘરેલું ઉપાયો બેસ્ટ છે. તો જાણી લો તમે પણ કેસ્ટર ઓઇલની મદદથી વાળમાંથી ખોડો કેવી રીતે દૂર કરશો.
ખોડો દૂર કરવા માટે આ રીતે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરો
પહેલી રીત
તમે સૌથી પહેલા એક બાઉલમાં અડધી ચમચી કેસ્ટર ઓઇલ, ત્રણ ચમચી એલોવેરા જેલ અને બે થી ત્રણ ટીપાં ટી ટ્રી ઓઇલના નાંખીને આ બધુ સારી રીતે મિક્સ કરી લો.
હવે 45 મિનિટ સુધી વાળમાં રહેવા દો. આ સમયે તમે શાવર કેપ પહેરી લો.
પછી કોઇ પણ હર્બલ શેમ્પૂથી હેર વોશ કરી લો.
આ પ્રોસેસ તમારે વીકમાં 3 વાર કરવાની રહેશે.
બીજી રીત
એક બાઉલમાં બે મોટી ચમચી કેસ્ટર ઓઇલ, એક મોટી ચમચી બદાનું તેલ અને બે થી ત્રણ ડ્રોપ રોજમેરી ઓઇલના લો. આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ માઇક્રોવેવમાં હીટ કરી લો. હવે આ તેલને વાળમાં પ્રોપર રીતે લગાવો. આ તેલ તમારે અઠવાડિયામાં 3 દિવસ લગાવવાનું રહેશે.