Home /News /lifestyle /દાડમ અને દહીંમાંથી બનાવો ફેસ પેક, આ રીતે ચહેરા પર લગાવો અને સ્કિન પર લાવો મસ્ત ગ્લો
દાડમ અને દહીંમાંથી બનાવો ફેસ પેક, આ રીતે ચહેરા પર લગાવો અને સ્કિન પર લાવો મસ્ત ગ્લો
દાડમ અને દહીંનો ફેસ પેક
Skin tips for winters: શિયાળામાં મોટાભાગના લોકોને સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ સિઝનમાં ફેસ પર ખીલ તેમજ કાળા ડાધા ધબ્બા વધારે થાય છે જેને દૂર કરવા માટે આ ફેસ પેક સૌથી બેસ્ટ છે. આ ફેસ પેક તમે પણ યુઝ કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન સંબંધીત સમસ્યાઓ વધારે થતી હોય છે. શિયાળામાં સ્કિનની અનેક રીતે કેર કરવી પડે છે. ઠંડીની સિઝનમાં ખાસ કરીને સ્કિન સુકાઇ જવી, રેડનેસ, ખંજવાળ જેવી સમસ્યાઓ વધારે રહેતી હોય છે. આ બધી તકલીફ સામાન્ય છે, પરંતુ આ કોમન તકલીફોમાંથી તમે છૂટકારો મેળવવા ઇચ્છો છો તો સારી રીતે સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે રસોડામાં રહેલી કોમન વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવો છો તો સૌથી બેસ્ટ છે. આ પેકમાં તમારે દાડમ અને દહીંનો ઉપયોગ કરવાનો રહેશે. દહીં અને દાડમ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણો આ વિશે વધુમાં..
શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ તમે દાડમ અને દહીંના આ ફેસ પેકનો ઉપયોગ કરો. આ માટે તમે દાડમમાંથી પહેલા દાણા નિકાળી દો. ત્યારબાદ આ દાણાને મિક્સરમાં ક્રશ કરી લો. હવે બે ચમચી દાડમના રસમાં એક ચમચી દહીં મિક્સ કરો.
આ તૈયાર પેસ્ટને તમે હવે ફેસ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ કોટનના કપડાથી હળવા હાથે મસાજ કરો. પછી ચોખ્ખા પાણીથી ફેસ ધોઇ લો. આ પેક લગાવ્યા પછી તમારી સ્કિન ખુલી ઉઠશે અને પિંક દેખાશે.
દહીં આપણી સ્કિનને પોષણ આપવાનું કામ કરે છે. દહીંમાં રહેલા પોષક તત્વો આપણી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. દહીં સ્કિનને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ સાથે જ ત્વચાને ટોન કરવા માટે દહીં બહુ ફાયદાકારક છએ. આને ચહેરા પર સતત લગાવવાથી સ્કિનની ઢીલાશ લોક થઇ જાય છે અને ત્વચા ટાઇટ થાય છે.
ત્વચા માટે ફાયદાકારક દાડમ
દાડમમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે સ્કિનને ટાઇટ કરવાનું કામ કરે છે. દાડમ તમે રોજ ખાઓ છો તો તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. દાડમમાં ફાઇબર, વિટામીન સી અને પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે જે સ્કિનને હેલ્ધી બનાવવામાં આવે અને ગુલાબી નિખાર લાવવામાં મદદ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર