Home /News /lifestyle /ચંદનમાં આ એક વસ્તુ મિક્સ કરો અને ફેસ પર લગાવો, ચહેરો ખીલી ઉઠશે અને ડાઘા દૂર થઇ જશે
ચંદનમાં આ એક વસ્તુ મિક્સ કરો અને ફેસ પર લગાવો, ચહેરો ખીલી ઉઠશે અને ડાઘા દૂર થઇ જશે
ડ્રાય સ્કિન માટે બેસ્ટ ફેસ પેક
Skin care in winters: શિયાળાની સિઝનમાં ત્વચા પર નિખાર લાવવા માટે અનેક લોકો ચંદનનો ફેસ પેક લગાવવાનું પસંદ કરતા હોય છે. ચંદનનો આ ફેસ પેક તમે ડ્રાય સ્કિન માટે યુઝ કરો છો તો સૌથી બેસ્ટ છે. જાણો આ વિશે વધુમાં..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં સ્કિન ડ્રાય વઘારે થઇ જાય છે. ડ્રાય સ્કિનની કેર ઠંડીમાં કરવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ડ્રાય સ્કિનમાં ખંજવાળનો પ્રોબ્લેમ્સ વધારે રહે છે. ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ટ્રિટમેન્ટમાં કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થવાથી સ્કિનને લાંબે ગાળે અનેક રીતે નુકસાન કરે છે. આમ, શિયાળામાં તમારી સ્કિન ડ્રાય થઇ જાય છે અને તમે આ ફેસ પેકનો ઉપયોગ કરો છો તો સ્કિન પર નેચરલ ગ્લો આવે છે અને સાથે ડ્રાય સ્કિનમાંથી રાહત થાય છે.
તમારી સ્કિન બહુ ડ્રાય છે તો ચંદન અને ટામેટાનો આ ફેસ પેક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ફેસ તમારી સ્કિનને અંદરથી એટલે કે ડીપ ક્લિન કરવાનું કામ કરે છે. ટામેટામાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી એન્જીંગ ગુણ હોય છે જે સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.
ચંદન અને ટામેટાનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં બે ચમચી ચંદનનો પાવડર અને એક ચમચી ટામેટાનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ટામેટા અને ચંદનનો ફેસ પેક. આ પેક માત્ર 5 જ મિનિટમાં ઘરે બની જાય છે.
આ રીતે ફેસ પર લગાવો
આ ફેસ પેક તમે સવારમાં મોં પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ 2 મિનિટ માટે મસાજ કરો અને પછી ચોખ્ખા પાણીથી ચહેરો ક્લિન કરી દો. આ ફેસ પેક તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો.
આ ફેસ પેકના ફાયદા
આ ફેસ પેક તમારી સ્કિનને ડીપ એટલે કે અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ પેક અઠવાડિયામાં ત્રણ વાર ફેસ પર લગાવો છો તો ચહેરો મસ્ત ક્લિન થાય છે. આ પેકથી તમારા ફેસ પર નેચરલ ગ્લો આવે છે. આ સાથે જ બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ પણ દૂર થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર