Home /News /lifestyle /સંતરાની છાલ ફેંકશો નહીં, આ રીતે ઉપયોગ કરીને ઘટાડી દો વજન: જાણો બીજા ગજબના ફાયદાઓ

સંતરાની છાલ ફેંકશો નહીં, આ રીતે ઉપયોગ કરીને ઘટાડી દો વજન: જાણો બીજા ગજબના ફાયદાઓ

સંતરાની છાલના ગજબના હેક્સ

benefits of orange peel: સંતરાની છાલ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. સંતરાની છાલનો તમે આ રીતે ઉપયોગ કરો છો મોં પરના ખીલ, કાળા ડાધા દૂર થાય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સંતરા હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. સંતરાની જેમ એની છાલ પણ એટલી જ ફાયદાકારક છે. સંતરાની છાલનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો સ્કિન અને હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. મોટાભાગના લોકો સંતરાની છાલને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે સંતરા કરતા પણ એની છાલમાં અનેક ગુણો રહેલા છે. આમ, જો તમે પણ સંતરાની છાલને ફેંકી દો છો તો હવેથી બંધ કરી દેજો. તો જાણી લો તમે પણ સંતરાની છાલના આ જબરજસ્ત હેક્સ...

    આ પણ વાંચો: એક રોટલી પર કેટલું ઘી લગાવવું જોઇએ?

    મુડ સારો કરે


    સંતરાની છાલ તમારો મુડ સારો કરવાનું કામ કરે છે. કોઇ દિવસ એવા હોય છે જેમાં વ્યક્તિને મુડ હોતો નથી અને કામ કરવાની મજા આવતી નથી. મુડ ઓફ હોવાથી આપણને કોઇ પણ કામ તેમજ કોઇની સાથે વાત કરવામાં મજા આવતી નથી. આ માટે તમે સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો. સંતરાની છાલ લો અને એને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ ચા પી લો. સંતરાના છાલમાંથી બનેલી આ ચા તમે પીઓ છો તો તમારો મુડ મસ્ત થઇ જાય છે.

    આ પણ વાંચો: આ સમયે જામફળ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

    વજન ઉતારવા માટે


    સંતરાની છાલનો ઉપયોગ તમે વજન ઉતારવા માટે કરી શકો છો. સંતરાની છાલથી મેટાબોલિઝ્મ વધે છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. વજન ઓછુ કરવા માટે તમે સંતરાની છાલની ચા બનાવીને પી શકો છો. તમારું વજન બહુ વધી ગયુ છે તો તમે પણ આ ચા પીને ઓછુ કરી શકો છો.

    ડાઇજેસ્ટ સિસ્ટમ સારી કરે


    સંતરાની છાલ તમારી ડાઇજેસ્ટ સિસ્ટમ સારી કરે છે. સંતરાની છાલમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે એસિડિટી અને ડાઇજેસ્ટ સિસ્ટમની સમસ્યા સામે લડવામાં મદદ કરે છે. સંતરાના છાલની ચા પીવાથી પેટને લગતી અનેક તકલીફો દૂર થાય છે. તમને કબજીયાતની તકલીફ છે તો તમે રોજ સંતરાની છાલની ચા પીઓ.


    સ્કિન માટે ફાયદાકારક


    સંતરાની છાલ બ્લેક હેડ્સ, ડેડ સેલ્સ અને ખીલ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. આ માટે તમે સંતરાની છાલનો પાવડર બનાવી લો અને દૂધમાં કે દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આમ કરવાથી ફેસ ક્લિન થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style, Orange

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन