Home /News /lifestyle /તમારા ઓઇલી હેર છે? તો જાણો કેવી રીતે અને કેટલી વાર અઠવાડિયામાં હેર વોશ કરશો

તમારા ઓઇલી હેર છે? તો જાણો કેવી રીતે અને કેટલી વાર અઠવાડિયામાં હેર વોશ કરશો

ઓઇલી વાળમાંથી છૂટકારો મેળવો

oily hair tips: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોને વાળને તકલીફ હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોને ઓઇલી હેર હોય છે. તમારા પણ ઓઇલી હેર છે તો આ રીતે છૂટકારો મેળવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સુંદર વાળની વ્યાખ્યા શું હોય છે? તમે પણ કહેશો કે વાળ લાંબા, કાળા અને સોફ્ટ હોય. જો કે એ વસ્તુ જરૂરી નથી કે દરેક મહિલાઓના વાળ સુંદર અને લાંબા હોય. સારા વાળ માટે છોકરીઓ અનેક ઘણી મહેનત કરતી હોય છે. પરંતુ આજકાલ મોટાભાગના લોકોના વાળ ડ્રાય અને ઓઇલી હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓઇલી વાળ અનેક રીતે ડેમેજ થાય છે. ઓઇલી વાળ ચોંટી જવાને કારણે હેર સ્ટાઇલ પણ સારી લાગતી નથી. ઓઇલી વાળની તમે પ્રોપર રીતે કેર કરતા નથી તો એ જલદી ખરાબ થઇ જાય છે. તો જાણો તમે પણ ઓઇલી હેરની કેર કેવી રીતે કરશો.

    આ પણ વાંચો: આ રીતે એક જ મિનિટમાં સાફ કરી દો ગંદો કાંસકો

    સારી રીતે હેર વોશ કરો


    શું તમે જાણો છો હેર વોશ કરવાની પણ એક રીત હોય છે? શું તમે હેર વોશ કરતી વખતે સારી પેર્ટન ફોલો કરો છો? આમ, જો તમારા વાળ ઓઇલી છે તો તમારે હેર વોશ કરવાની સાચી રીત જાણી લેવી જોઇએ. વાળ ધોતી વખતે તમે સ્કેલ્પ અને રૂટ્સ પર પૂરતું ધ્યાન આપો, કારણકે આપણું સ્કેલ્પ ઓઇલ પ્રોડ્યુસ કરે છે. આમ, જો તમે વાળને સારી રીતે હેર વોશ કરતા નથી વાળ ઓઇલી જ રહે છે. આ માટે વાળને ઓઇલ ફ્રી કરવા બહુ જરૂરી છે.

    આ રીતે હેર વોશ કરો



    • સૌથી પહેલાં વાળને ભીના કરી લો.


    આ પણ વાંચો: આ વિટામીનની ઉણપને કારણે થાય છે કમરનો દુખાવો

    • હવે સ્કેલ્પ પર થોડુ શેમ્પૂ કરી લો.

    • હળવા હાથે સ્કેલ્પને રબ કરી લો.

    • તમારે વાળના મૂળમાં શેમ્પૂ લગાવવાની જરૂરિયાત નથી.

    • તમે આ રીતે હેર વોશ કરશો તો નીચેથી પણ વાળ ઓઇલી ફ્રી થઇ જશે. આમ કરવાથી તમારા વાળ મસ્ત થઇ જશે.



    કેટલી વાર હેર વોશ કરશો


    હેર વોશ કરવા બહુ જરૂરી છે. તમારા વાળ ઓઇલી છે તો તમે રોજ હેર વોશ કરો. હેર વોશ કરવાથી ઓઇલનું પ્રોડક્શન ઓછુ થવા લાગે છે. તમે રોજ હેર વોશ કરવા ઇચ્છતા નથી તો ઓછામાં ઓછામાં બે દિવસે એક વાર હેર વોશ કરો. આમ કરવાથી વાળની ગંદકી દૂર થઇ જાય છે અને સાથે ઓઇલી ફ્રી રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन