Home /News /lifestyle /નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો નખ ખરાબ થશે અને તૂટી જશે
નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો નખ ખરાબ થશે અને તૂટી જશે
નેઇલ એક્સટેન્શન પછી ધ્યાન રાખો
Nail extensions after care tips: નેઇલ એક્સટેન્શન અનેક લોકો કરાવતા હોય છે. નેઇલ એક્સેટેન્શન કરાવ્યા પછી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. નેઇલ એક્સેટેન્શન પછી તમે આ કામ કરો છો તો તમારા નખ તૂટવાના ચાન્સિસ રહે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં નેઇલ એક્સટેન્શન કરાવવાનો ટ્રેન્ડ છે. નેઇલ એક્સેટેન્શનમાં હવે અનેક પ્રકારની ડિઝાઇન્સ આવે છે. નેઇલ એક્સેટેન્શ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે. તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે નેઇલ એક્સેટેન્શન કરાવ્યા પછી નાની-નાની બાબતોનું ધ્યાન ખૂબ રાખવુ પડે છે. આમ જો તમે નેઇલ એક્સેટેન્શન કરાવવાનું વિચારી રહ્યા છો તો ખાસ જાણી લો તમારે પછીથી શું ધ્યાન રાખવુ પડશે. આ આર્ટિકલમાં અમે તમને કેર કરવાની સાચી રીત જણાવીશું. તો જાણો આ વિશે વધુમાં અને નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી ખાસ રાખો આ ધ્યાન.
નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી આ કામ ના કરો
ઘણાં લોકો નેઇલ એક્સેટેન્શન કરાવ્યા પછી મેનીક્યોર કરાવે છે. તમે પણ આવું વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. જો તમે નેઇલ એક્સટેન્શન કરાવવા ઇચ્છો છો તો તમે પહેલાં જ કરાવી લો. પાછળથી કરાવવાથી એ તૂટવાનો ભય વધારે રહે છે અને અમુક કિસ્સાઓમાં ઘણાં લોકોના તૂટી પણ ગયા છે.
ઘણાં લોકો નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી કપડા હાથથી ધોતા હોય છે. આમ કરવાથી તમારા નખ ખરાબ થઇ શકે છે. જ્યારે તમે આ સલૂનમાં કરાવો છો ત્યારે તમને ત્યાંથી આ વાત કહેવામાં આવે છે.
વાસણ ના ધુઓ
તમે જ્યારે પણ નેઇલ એક્સેટેન્શન કરાવો એ પછી વાસણ ધોવાનું ટાળો. ઘણાં લોકો નેઇલ એક્સેટેન્શન કરાવ્યા પછી વાસણ ધોતા હોય છે જે સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી નખ તૂટવાના ચાન્સિસ રહે છે. નેઇલ એક્સેટેન્શનમાં વાગ્યા પછી બહુ દુખાવો થાય છે.
ઘણી વાર નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી અનેક બાબતોનો સામનો કરવો પડે છે. આ માટે નાના બાળકોને બને ત્યાં સુધી આ કરાવશો નહીં. આજકાલ પેરેન્ટ્સ પોતાના બાળકોનો શોખ પૂરો કરવા માટે કરાવતા હોય છે, પરંતુ આ તમારી સૌથી મોટી ભૂલ છે.
પાણીમાં હાથ ઓછા પલાળો
તમે જ્યારે પણ નેઇલ એક્સટેન્શન કરાવો ત્યાર પછી પાણીમાં હાથ ઓછા પલાળો. પાણીમા તમે કામ કરો છો અને કોઇ વસ્તુ વાગી જાય છે તો નખ તૂટી જાય છે અને તમને દુખાવો થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર