Home /News /lifestyle /ડ્રાય સ્કિનને સોફ્ટ અને કોમળ બનાવે છે કમળના ફૂલનું ફેશિયલ, આ રીતે ઘરે બનાવો, દૂધની જેમ સ્કિન ચમકી જશે

ડ્રાય સ્કિનને સોફ્ટ અને કોમળ બનાવે છે કમળના ફૂલનું ફેશિયલ, આ રીતે ઘરે બનાવો, દૂધની જેમ સ્કિન ચમકી જશે

સ્કિન પર તરત ગ્લો લાવે છે.

Homemade lotus facial: લોટસ ફેશિયલ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આ ફેશિયલ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ફેશિયલ તમને ચહેરા પર તરત ગ્લો આપવાનું કામ કરે છે. આ ફેશિયલ તમારી ડ્રાય સ્કિનને દૂર કરવાનું કામ કરે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકોને ડ્રાય સ્કિનની સમસ્યા થાય છે. ડ્રાય સ્કિનને કોમળ બનાવવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ડ્રાય સ્કિનની કેર કરવી પણ જરૂરી છે. અનેક લોકો વધતી ઠંડીમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી કંટાળી જતા હોય છે. સ્કિનની સુંદરતા પાછી પામવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. એવામાં તમે સ્કિનને નેચરલી રીતે સોફ્ટ અને કોમળ બનાવવા ઇચ્છો છો તો આ ફેશિયલ તમારા માટે બેસ્ટ છે. indiatv અનુસાર ચંડીગઢના ફેમસ મેક અપ આર્ટિસ્ટ અને ક્લિયોપેટ્રા સલોનના ઓનર રિચા અગ્રવાલ નેચરલ વસ્તુઓના ફેશિયલ વિશે જણાવે છે. તમે પણ આ ટિપ્સ ફોલો કરીને સ્કિનને ગ્લોઇંગ અને સોફ્ટ બનાવી શકો છો.

    આ પણ વાંચો:આ રીતે તુલસીથી યુરિક એસિડમાંથી રાહત મેળવો

    લોટ્સ ફ્લાવર ફેશિયલ


    લોટસના ફૂલમાં એટલે કમળના ફૂલમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, આયરન, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામીન સી, વિટામીન બી6, થાયમિન તેમજ ડાઇટરી ફાઇબર જેવા અનેક ગુણો રહેલા છે. એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફેશિયલ સ્કિનની એલસ્ટસ્ટીને ઇમ્પ્રુવ કરે છે અને સાથે સ્કિન ટોનને લાઇટ કરવાનું કામ કરે છે. કમળના ફૂલનું ફેશિયલ તમને ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે. સીબમ લેવલ પ્રોડક્શનને કંટ્રોલ કરવાની સાથે-સાથે એજિંગનું કામ કરે છે. લોટસ ફ્લાવર પેક દરેક સ્કિ ટોનના લોકો માટે બેસ્ટ છે.

    આ પણ વાંચો:ઠંડીમાં આ રીતે વાયરલ ફીવરથી બચો

    આ રીતે ઘરે બનાવો કમળનું ફેશિયલ


    પેટલ્સને ક્રશ કરીને એને બોઇલ કરી લો. બરફ ક્યૂબ્સના રૂપમાં પાણીને ઠંડુ કરો અને કોઇ પણ સમયે ઉપયોગ કરો. ઓટ્સ ક્રશ્ડ પાવડરમાં આ આઇસ ક્યૂબ્સ નાંખો અને મિલ્ક પાવડર મિક્સ કરો. 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.



    ક્રશ્ડ લોટ્સ પેટલ્સને ઓરેન્જ પીલની સાથે મિક્સ કરો. પેસ્ટ ઘટ્ટ બનાવીને રો મિલ્ક, રોઝ વોટરમાં મિક્સ કરી લો. આ નેચરલ પેકને તમારી સ્કિન પર લગાવો. આ પેક સ્કિનને ટાઇટ કરે છે અને સાથે ટોન સુધારવામાં મદદ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Facial, Life Style News, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन