Home /News /lifestyle /જાણો કેટલા મહિને મેક અપ બ્રશ બદલવો જોઇએ અને કેવી રીતે સાફ કરશો

જાણો કેટલા મહિને મેક અપ બ્રશ બદલવો જોઇએ અને કેવી રીતે સાફ કરશો

મેક અપ ક્લિન કરવાની ટિપ્સ

Skin care tips: આજનાં આ સમયમાં દરેક છોકરીઓ મેક અપ કરવાની શોખીન હોય છે. મેક અપ કરવાથી ફેસ મસ્ત લાગે છે આ વાત સાચી છે, પરંતુ તમને જણાવી દઇએ કે મેક અપ બ્રશ તમે પ્રોપર રીતે સાફ કરતા નથી તો અનેક સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગની છોકરીઓ મેક અપ કરતી હોય છે. મેક અપ કરવાથી ફેસ મસ્ત લાગે છે. પરંતુ વાત કરવામાં આવે તો મેક અપ કરતા પણ એનો બ્રશ મહત્વનો ભાગ ભજવે છે. મેક અપ કરવા માટે એનો બ્રશ સારો હોવો ખૂબ જરૂરી છે. જો બ્રશ બરાબર ના હોય તો મેક અપ પ્રોપર રીતે થતો નથી. આમ, જો તમે અત્યાર સુધી મેક અપ બ્રશ સામાન્ય લાવો છો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. મેક અપ બ્રશને ચોખ્ખો રાખવો ખૂબ જરૂરી છે. જો તમે મેક અપ બ્રશને ક્લિન રાખતા નથી તો એની સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. તો જાણો મેક અપ બ્રેશનું કેવી રીતે ધ્યાન રાખશો.

આ પણ વાંચો:ઠંડીમાં બોલ્ડ દેખાવા ટ્રાય કરો આ બ્લેઝર્સ    • જ્યારે પણ તમે મેક અપ કરો એ પહેલાં હંમેશા બ્રશને સાફ કરી લો. બ્રશમાં ડસ્ટ ચોંટેલી હોય તો મેક અપ પ્રોપર રીતે થતો નથી અને સ્કિનને નુકસાન થાય છે. બ્રશને ચોખ્ખો કરવા માટે તમે સૌ પ્રથમ કોટનનું કપડું લો અને એનાથી સાફ કરો. આમ કરવાથી ડસ્ટ જતી રહેશે. ત્યારબાદ તમે મેક અપ કરો.

    • મેક અપ કરી લીધા પછી હંમેશા બ્રશને એક મિનિટ માટે તડકામાં મુકી રાખો. આમ કરવાથી બ્રશ ચોખ્ખો થાય છે અને સાથે મેક અપ પણ રહેતો નથી. એક મિનિટ પછી તડકામાંથી લઇ લો અને કોટનનાં કપડાથી લૂંછી લો. આમ કરવાથી બ્રશ ચોખ્ખો થઇ જશે.
આ પણ વાંચો:ગરદનના દુખાવામાંથી આ રીતે છૂટકારો મેળવો

  • તમે ક્યારે પણ તમારો મેક અપ બ્રશ બીજાને યુઝ કરવા આપશો નહીં. બીજાનો મેક અપ બ્રશ તમે યુઝ કરો છો અથવા તો તમે બીજા કોઇને તમારો બ્રશ આપો છો તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. એકબીજાને મેક અપ બ્રશ આપવાથી એની સાઇડ ઇફેક્ટસ થાય છે. આ માટે ક્યારે પણ બીજાને મેક અપ બ્રશ આપશો નહીં.
  • દર ત્રણ મહિને બ્રેક અપ બ્રશ બદલવાની આદત પાડો. એકનો એક મેક અપ બ્રશ તમે લાંબા સમય સુધી યુઝ કરો છો તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.

First published:

Tags: Beauty care, Life style, Make up

विज्ञापन