Home /News /lifestyle /ઠંડીમાં પાણી વગર આ વસ્તુઓથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત ક્લિન થઇ જશે અને સોફ્ટેનેસ આવશે

ઠંડીમાં પાણી વગર આ વસ્તુઓથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત ક્લિન થઇ જશે અને સોફ્ટેનેસ આવશે

મેક અપ રિમૂવ કરવાની સરળ રીત

Makeup removal tips for winter: મહિલાઓ મેક અપનો યુઝ વધારે કરે છે. શિયાળામાં મેક અપ કર્યા પછી મેક અપ રિમૂવ કરવાનો અનેક લોકો ઇગ્નોર કરતા હોય છે. આ માટે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. તમે મેક અપ પ્રોપર રીતે રિમૂવ કરતા નથી તો એની સાઇડ ઇફેક્ટ્સ થાય છે.

વધુ જુઓ ...
    ગ્લિસરીન અને ગુલાબજળ મેક અપને રિમૂવ કરવા માટે સૌથી બેસ્ટ છે. શિયાળામાં તમે આ નેચરલ રીતે મેક અપ રિમૂવ કરો છો તો સ્કિન સોફ્ટ થાય છે અને સાથે ગ્લો પણ કરે છે. આ માટે તમે એક કપ ગુલાબ જળમાં ¼ કપ એલોવેરા જેલ, બે ચમચી ગ્લિસરીન લો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટથી તમારા ચહેરાને ક્લિન કરો. આમ કરવાથી મેક અપ રિમૂવ થઇ જશે. (Image-Canva)


    ખીરા કાકડીની મદદથી પણ તમે મેક અપ રિમૂવ કરી શકો છો. આ માટે તમે ખીરાને મેશ કરી લો. હવે આમાં દૂધ અને જૈતુનનું તેલ મિક્સ કરીને ફેસ પર મસાજ કરો. આમ કરવાથી મેક અપ જલદી જ રિમૂવ થઇ જશે અને સાથે સ્કિન પણ સોફ્ટ થશે. ખીરા કાકડી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. (Image-Canva)


    કોકોનટ ઓઇલથી તમે મેક અપ રિમૂવ કરો. કોકોનટ ઓઇલ તમારી સ્કિન પર નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે. આ માટે તમે એક વાટકીમાં કોકોનટ ઓઇલ લો અને કોટનની મદદથી ચહેરો ક્લિન કરો. કોકોનટ ઓઇલથી મેક અપ જલદી જ રિમૂવ થઇ જાય છે. આ પછી તમે કોટનનો રૂમાલ લઇને મોં લૂછી લો. જો તમે કોકોનટ ઓઇલ રેગ્યુલર સ્કિન પર લગાવો છો તો તમારી સ્કિન સોફ્ટ થાય છે. (Image-Canva)


    બદામના તેલનો ઉપયોગ કરીને તમે મેક અપ રિમૂવ કરી શકો છો. મેક અપ રિમૂવ કરવા માટે એક ચમચી દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે કોટનની મદદથી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને મેક અપ રિમૂવ કરો. મેક અપ રિમૂવ તમે આ રીતે કરો છો તો સૌથી બેસ્ટ છે. (Image-Canva)


    શિયાળામાં મેક અપ રિમૂવ કરવા માટે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક વાટકીમાં બે ચમચી દૂધ લો અને એમાં નેપકીન ડીપ કરીને ચહેરો ક્લિન કરી દો. આનાથી મેક અપ તરત જ રિમૂવ થઇ જશો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life style, Make up

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन