Home /News /lifestyle /1 જ દિવસમાં ખીલમાંથી છૂટકારો મેળવો: આ 3 દાદી-નાનીનાં નુસખા છે અસરકારક, આ સાચી રીતે ઉપયોગ કરો

1 જ દિવસમાં ખીલમાંથી છૂટકારો મેળવો: આ 3 દાદી-નાનીનાં નુસખા છે અસરકારક, આ સાચી રીતે ઉપયોગ કરો

ફુદીનાની પેસ્ટ અસરકારક છે.

Home remedies for pimples: મોં પરના ખીલને દૂર કરવા ખૂબ જરૂરી છે. મોં પરના ખીલ વ્યક્તિની પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. તમારા મોં પર બહુ ખીલ છે અને તમે એને દૂર કરવા ઇચ્છો છો તો આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે તમે પણ..

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: એક જ દિવસમાં ખીલને દૂર કરવા છે? એક જ દિવસમાં ખીલ દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો ગુગલ પર સર્ચ કરનારા લાખો લોકો છે. જૂના જમાનામાં દાદી-નાનીના નુસ્ખાઓ પણ એટલા અસરકારક હતા કે જેનાથી ખીલ દૂર થઇ જતા હતા. દાદી-નાનીના આ નુસખાઓ આખી રાત્ર પિંપલ્સના બેક્ટેરિયાને મારી દે છે અને આ સમસ્યાને દૂર કરવામાં કરી શકે છે. આ સાથે જ પિંપલ્સ આગળ આવતા સોજાને પણ દૂર કરે છે. આ સાથે જ નુસખાઓ એક પછી એક પિંપલ્સ ના થાય એવા હતા. આમ, આજે અમે પણ તમને કેટલાક ઘરેલુ નુસખાઓ જણાવીશું જેની મદદથી તમે ખીલને છૂ કરી શકશો અને ફેસ મસ્ત ક્લિન થઇ જશે. તો જાણો કેવી રીત..

આ પણ વાંચો:વેલેન્ટાઇન પહેલાં આ રીતે ફેસને ડિપ ક્લિન કરો

ખીલ દૂર કરવાના ઘરેલું ઉપાયો


ટી ટ્રી ઓઇલ લગાવો


તમને ફેસ પર બહુ ખીલ થાય છે તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરો. ટી ટ્રી ઓઇલ ખીલને દૂર કરવાનું કામ કરે છે. ટી ટ્રી ઓઇલ બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરે છે. આ સિવાય પિંપલ્સને લગતી બીજી અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. ટી ટ્રી ઓઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફેસ પરના ડાઘા-ધબ્બાઓને એક જ રાતમાં દૂર કરી શકે છે.

આ પણ વાંચો:લાલ ગુલાબની આ કહાની રોમેન્ટિક છે

લવિંગ પીસીને લગાવો


લવિંગ પીસીને તમે ચહેરા પર લગાવી શકો છો. લવિંગ એક કારગાર ઉપાય છે. લવિંગમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે પિંપલ્સને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે લવિંગ પીસી લો અને એમાં થોડુ ઠંડુ તેલ મિક્સ કરીને ખીલ પર લગાવો.


ફુદીનાના પાન પીસીને લગાવો


ફુદીના પાન પણ ખીલને દૂર કરવાનું કામ કરે છે. ફુદીનાના પાન બેક્ટિરિયા સામે લડવાની તાકાત ધરાવે છે. આ ત્વચા પર લગાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. આ સાથે જ ફુદીનાના પાનમાં એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે જે પિંપલ્સને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે ફુદીનાના પાન પીસી લો અને એને ચહેરા પર લગાવો. આમ કરવાથી ખીલ દૂર થઇ જશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life style, Pimples, Skin Care Tips

विज्ञापन