Home /News /lifestyle /ગરમ તેલ વાળમાં કેમ લગાવવું જોઇએ? જાણો આ રીતે લગાવવાના ફાયદાઓ
ગરમ તેલ વાળમાં કેમ લગાવવું જોઇએ? જાણો આ રીતે લગાવવાના ફાયદાઓ
ગરમ તેલ નાંખવાના ફાયદા
Benefits of hot oil: આજનાં આ સમયમાં અનેક લોકો વાળને લગતી સમસ્યાઓથી કંટાળી જતા હોય છે. અનેક લોકોના વાળ ખરવા હોય છે, આ સાથે જ વાળમાં ખોડો પણ વારંવાર થતો હોય છે. આમ, જો તમે ગરમ તેલ વાળમાં લગાવો છો તો અનેક ફાયદા થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડી હોય કે ગરમી..કહેવાય છે કે વાળમાં તેલ ગરમ કરીને જ નાંખવુ જોઇએ. પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકો આની પાછળનું કારણ જાણતા હોતા નથી. જો કે તેલ ગરમ કરીએ છીએ ત્યારે એના ઓઇલ મોલેક્યુલ્સ હળવા થાય છે અને વાળમાં ઝડપથી અસર કરે છે. ગરમ તેલથી વાળને પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિએન્ટ્સ મળે છે જેના કારણે વાળને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો તમે પણ વાળમાં ઠંડુ તેલ લગાવો છો તો તમારે હવે બંધ કરી દેવું જોઇએ અને ગરમ તેલ નાખવાની આદત પાડવી જોઇએ. તો જાણો તમે પણ વાળમાં ગરમ તેલ નાંખવાથી શું ફાયદા થાય છે.
વાળમાં ગરમ તેલ લગાવવાના ફાયદા
સ્કેલ્પનું બ્લડ સર્કુલેશન ઝડપી કરે
વાળમાં તમે જ્યારે ગરમ તેલ લગાવો છો ત્યારે અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ગરમ તેલ લગાવવાથી સ્કેલ્પ પરનું બ્લડ સર્કુલેશન ઝડપી થાય છે. ગરમ તેલ વાળમાં નાંખવાથી ક્યૂટિકલ સ્કેલને ખોલે છે. આ સિવાય આ બ્લડ વેસેલ્સને ફેલાવે છે જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે. એક વાર જ્યારે ક્યૂટિકલ સ્કેલ ખુલી જાય છે ત્યારે એ જડોમાં પોષણ આપવાનું કામ કરે છે.
તેલ ગરમ કરીને લગાવવાથી વાળને જ નહીં, પરંતુ શરીરને પણ ફાયદો થાય છે. ગરમ તેલ નાખવાથી હેપ્પી હોર્મોન વધે છે. આ તંત્રિકા તંત્રને ઉત્તેજિત કરે છે અને આરામ પહોંચાડે છે, જેના કારણે હેપ્પી હોર્મોન્સને વધારો મળે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે.
વાળમાં ગરમ તેલ કરીને નાખવાથી સ્કેલ્પના ઇન્ફેક્શનથી તમે બચી જાવો છો. ગરમ તેલ સ્કેલ્પ ઇન્ફેક્શનને ઓછુ કરવામાં મદદ કરે છે. ગરમ તેલ વાળને પૂરતા પ્રમાણમાં પોષણ આપવાનું કામ કરે છે.
વાળનો ગ્રોથ વઘારે
ગરમ તેલ જ્યારે તમે વાળમાં નાંખો છો ત્યારે વાળનો ગ્રોથ સારો થાય છે. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. આ માટે વાળમાં હંમેશા ગરમ તેલ નાખો. ગરમ તેલ વાળમાં નાખો છો તો ખરતા વાળ પણ બંધ થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર