Home /News /lifestyle /Winter Beauty: ડેડ સ્કિનમાંથી મિનિટોમાં છૂટકારો મળી જશે, ઘરે બનાવો આ Homemade Scrub

Winter Beauty: ડેડ સ્કિનમાંથી મિનિટોમાં છૂટકારો મળી જશે, ઘરે બનાવો આ Homemade Scrub

ડેડ સ્કિન રિમૂવ કરો

Winter Beauty: શિયાળાની સિઝનમાં મોટાભાગનાં લોકોની સ્કિન ડેડ થઇ જતી હોય છે. આ સાથે જ અનેક લોકોની સ્કિન ડ્રાય થાય છે. આ માટે શિયાળામાં સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યાં અનેક લોકોને સ્કિનને લગતા પ્રોબ્લેમ્સ થવાની શરૂઆત થઇ ગઇ છે. સ્કિન ડ્રાય થઇ જવાને કારણે સ્કિન પર ખંજવાળ જેવી અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. આ સિઝનમાં ડેડ સ્કિનનો પ્રોબ્લેમ્સ પણ વધારે થાય છે. શિયાળાની સિઝનમાં સવારના કુણા તડકામાં બેસી રહેવાથી સ્કિન અને હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પરંતુ ઘણાં લોકોને તડકામાં વધારે સમય બેસી રહેવાની આદત હોય છે. આ આદતથી તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.

    ડેડ સ્કિનમાંથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે, તેમ છતા જોઇએ એટલું સારું રિઝલ્ટ મળતુ નથી. સ્કિન પર જામેલી ડેડ સ્કિનને એક્સફોલિએટ કરવા માટે તમે આ હોમમેડ સ્ક્રબનો ઉપયોગ કરી શક છો. તો જાણો આ વિશે તમે પણ.

    આ પણ વાંચો: 2 અઠવાડિયા પહેલાં આ કામ કરો તો નોર્મલ ડિલિવરી થશે

    કોફી અને બેસનનું સ્ક્રબ


    કોફી અને બેસનનું સ્ક્રબ સ્કિનને મસ્ત રિઝલ્ટ આપવાનું કામ કરે છે. આ સ્ક્રબથી તમે ડેડ સ્કિનમાંથી છૂટકારો મેળવી શકો છો. કોફીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે સ્કિન પર નિખાર લાવવામાં મદદ કરે છે અને સાથે બેસન એક નેચરલ ક્લિન્ઝરના રૂપમાં કાર્ય કરે છે.

    સામગ્રી


    એક ચમચી એલોવેરા જેલ

    એક ચમચી બેસન

    આ પણ વાંચો: વેક્સ કરાવ્યા પછી સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે?

    એક ચમચી કોકોનટ ઓઇલ

    આ રીતે બનાવો સ્ક્રબ



    • આ સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટી વાટકી લો અને એમાં કોફી નાંખો.

    • આ કોફીમાં બેસન મિક્સ કરો.

    • બેસન એડ કર્યા પછી આમાં એલોવેરા જેલ અને કોકોનટ ઓઇલ નાંખો અને મિક્સ કરો.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

    • તો તૈયાર છે સ્ક્રબ.


    આ રીતે ઉપયોગ કરો





      • આ સ્ક્રબને ચહેરા પર લગાવતા પહેલાં મોંને ફેશ વોશથી ક્લિન કરી દો.

      • ત્યારબાદ આ સ્ક્રબને ચહેરા પર લગાવો અને 5 થી 7 મિનિટ માટે મસાજ કરો.

      • અડધો કલાક રહીને ફેસ વોશ કરી લો.






    • આ સ્ક્રબ તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે.

    • આ સ્ક્રબ તમે રેગ્યુલર લગાવો છો તો ડેડ સ્કિનમાંથી છૂટકારો મળે છે. આ સ્ક્રબ સ્કિનને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Face pack, Life style

    विज्ञापन
    विज्ञापन