Home /News /lifestyle /ઠંડીમાં ફાટી જાય છે એડીઓ? તો માત્ર આ 3 વસ્તુઓનો ઉપયોગ કરો, 7 દિવસમાં સ્કિન કોમળ થઇ જશે
ઠંડીમાં ફાટી જાય છે એડીઓ? તો માત્ર આ 3 વસ્તુઓનો ઉપયોગ કરો, 7 દિવસમાં સ્કિન કોમળ થઇ જશે
એડી પર પેટ્રોલિયમ જેલી લગાવો
Home Remedies to Heal Cracked Heels: સામાન્ય રીતે ઠંડીમાં અનેક લોકોની એડીઓ ફાટી જતી હોય છે. ફાટેલી એડીઓની કેર કરવી ખૂબ જરૂરી છે. તમે આ વાતને ઇગ્નોર કરો છો તો સમસ્યા વધતી જાય છે અને તમે અનેક તકલીફમાં મુકાઇ શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન શરૂ થતાની સાથે પગની એડીઓ ફાટવા લાગે છે. ઘણાં લોકો આ સમસ્યાથી ખૂબ જ હેરાન થતા હોય છે. આ સાથે જ અનેક લોકોને પગમાં બળતરા તેમજ ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. આમ, જો તમારા પગની એડીઓ પણ ફાટી જાય છે તો તમારે આ વાતને જરા પણ ઇગ્નોર કરવી જોઇએ નહીં. જો તમે આ વિશે કેર કરતા નથી તો સમસ્યા વધતી જાય છે અને તમે અનેક તકલીફમાં મુકાઇ શકો છો. આમ, જો વાત કરવામાં આવે તો દર મહિને પેડીક્યોર કરાવવું મોંઘુ પડે છે. આ માટે જો તમે ઘરે જ આ ઉપાયો અજમાવો છો તો અઠવાડિયામાં ફાટેલી એડીઓ રિપેર થઇ જાય છે અને સાથે સ્કિન કોમળ બને છે.
શિયાળાની સિઝનમાં લગભગ મોટાભાગનાં લોકોની પગની એડીઓ ફાટી જતી હોય છે અને સાથે પગમાં ચીરા પડતા હોય છે. તમને પણ આ સમસ્યા થાય છે તો તમે ઠંડીમાં ઘરમાં અવશ્ય પેટ્રોલિયમ જેલી રાખો. આ સમસ્યાને દૂર કરવા માટે આ જેલી સૌથી બેસ્ટ છે. આ માટે તમે પહેલાં પગને સારી રીતે પાણીથી ધોઇ લો અને પછી પ્યુમિક સ્ટોનથી સ્ક્રબ કરી લો. હવે પગને કપડાથી લૂંછીને પેટ્રોલિયમ જેલી સારી રીતે લગાવી દો. પછી પગમાં કોટનના મોજા પહેરી લો.
નારિયેળ લગભગ દરેક લોકોના ઘરમાં હોય છે. આ તેલમાં મોઇસ્યુરાઝિંગ ક્વોલિટી હોય છે જે સ્કિનને હીલ કરીને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. આ માટે તમે સૌથી પહેલાં હુંફાળા પાણીથી પગ ધોઇ લો અને પછી પગને કોરા કપડાથી લૂંછી લો. પછી હુંફાળા નારિયેળ તેલથી પગની એડીઓ પર મસાજ કરો અને પછી કોટનનાં મોજા પહેરી લો. આમ કરવાથી એડીઓ કોમળ થઇ જશે.
માખણનો ઉપયોગ
દરેક લોકોના ઘરમાં માખણ હોય છે. તમે માખણની મદદથી સ્કિનને સોફ્ટ કરી શકો છો. આ માટે તમે પગને ધોઇને લૂંછી લો. પછી બટર લગાવો અને મોજા પહેરી લો.
(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. આ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર