Home /News /lifestyle /1 મહિનામાં 4 ઇંચ વાળ લાંબા કરવા છે? તો અળસીમાંથી આ રીતે જેલ બનાવો, જાણી લો રીત અને ફાયદાઓ
1 મહિનામાં 4 ઇંચ વાળ લાંબા કરવા છે? તો અળસીમાંથી આ રીતે જેલ બનાવો, જાણી લો રીત અને ફાયદાઓ
અળસી અનેક સમસ્યાઓને દૂર કરે છે.
Benefits of flaxseeds for hair growth: અળસીના બીજ હેરનો ગ્રોથ ફટાફટ વધારવામાં મદદ કરે છે. અળસીના બીજમાંથી તમે આ રીતે જેલ બનાવો છો અને પછી વાળમાં લગાવો છો તો ગ્રોથ ઝડપી વધે છે અને સાથે વાળની ક્વોલિટી પણ સુધરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમારે 1 મહિનામાં 4 ઇંચ જેટલા વાળ વધારવા છે? તો અળસીના બી તમને અનેક રીતે કામમાં આવી શકે છે. આ બીજમાં વિટામીન બી, મેગ્નેશિયમ, મેગેનીઝ, સેનિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વાળને ખરતા અટકાવે છે અને સાથે વાળનો ગ્રોથ વધારમાં સૌથી બેસ્ટ છે. અળસીના બીજમાં અનેક પ્રકારના તત્વો રહેલા છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે અળસીના બીમાંથી બનેલી જેલનો તમે વાળમાં રેગ્યુલર મસાજ કરો છો તો વાળની કોશિકાઓને ખોલવામાં મદદ મળે છે. આ સાથે પણ બીજા અનેક પ્રકારના ફાયદાઓ રહેલા છે. તો જાણો આ વિશે તમે પણ..
અળસીના બીજની જેલ
અળસીના બીજ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે હેરના ગ્રોથ માટે પણ બેસ્ટ છે. અળસીના બીજની જેલ તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો. આ જેલ તમારે બહારથી લાવવાની જરૂર રહેતી નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો અળસીને જેલ.
અળસીના બીજમાંથી જેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં અળસીના બીજ લો અને પાણી નાંખો. હવે આ બન્ને વસ્તુને બરાબર ગરમ થવા દો. એકદમ ઘટ્ટ થવુ જરૂરી છે. ઘટ્ટ થઇ જાય પછી આમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. જેલ જેવું મિશ્રણ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો. એક વાર ઠંડુ થઇ જાય પછી આ જેલને તમે એર ટાઇટ ડબ્બામાં ભરી લો. આ અળસીની હેર જેલથી તમે દિવસની શરૂઆત કરો છો તો સૌથી બેસ્ટ છે.