Home /News /lifestyle /હેર બ્રશને આ રીતે ચોખ્ખો કરો, નહીં તો હેર ઇન્ફેક્શનથી લઇને થઇ શકે છે આ પ્રોબ્લેમ્સ
હેર બ્રશને આ રીતે ચોખ્ખો કરો, નહીં તો હેર ઇન્ફેક્શનથી લઇને થઇ શકે છે આ પ્રોબ્લેમ્સ
હેર બ્રશ સાફ કરવાની રીત
How To Clean Your Hairbrush: દરેક લોકોની હેરની કેર કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે હેર કેર સાથે હેર બ્રશને પણ ક્લિન કરવો ખૂબ જરૂરી છે. જો તમે હેર બ્રશને પ્રોપર રીતે ક્લિન કરતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. ઘણાં લોકોને ઇન્ફેક્શન પણ થઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વાળ સિલ્કી હોય કે કર્લ..જરૂરી પોષક તત્વો અને નિયમિત દેખરેખની ખાસ જરૂર હોય છે. ઘણી વાર વાળ અને સ્કેલ્પમાં ગંદકી અને ડેડ સેલ્સ જામી જાયછે જે વાળને નબળા અને નાજુક બનાવે છે. આ કારણે વાળ તૂટવા લાગે છે અને સાથે રસી થવાની સમસ્યા પણ રહે છે. પરંતુ શું તમે જાણો છો વાળ તૂટવા, સ્કેલ્પની ગંદકી અને બેક્ટેરિયા માટે હેર બ્રશ પણ જવાબદાર હોઇ શકે છે. ગંદા હેર બ્રશ બેક્ટેરીયા અને ફંગલ ઇન્ફેક્શનને કારણે પણ થઇ શકે છે. જે રીતે આપણે વાળની કેર કરીએ છીએ એમ રેગ્યુલર હેર બ્રશને પણ ક્લિન કરવો ખૂબ જરૂરી છે. તો જાણો લો તમે પણ હેર બ્રશને કેવી રીતે ચોખ્ખો રાખશો.
શેપ ડોટ કોમ અનુસાર વાળની કેર સાથે હેર બ્રશની દેખરેખ રાખવી પણ ખૂબ જરૂરી છે. ઘણી વાર સ્કેલ્પમાં આવતી ખંજવાળ માટે ગંદા હેર બ્રશ જવાબદાર હોય છે. સ્કેલ્પ પર લગભગ 100,000 કરતા પણ વધારે રોમ રહેલા હોય છે, જે તેલ, પરસેવો અને સીબમનો સ્ત્રાવ કરે છએ. વાળને બ્રશ કરવા પર આ જર્મ્સ એમાં ચોંટી જાય છે.
આ સિવાય હેર બ્રશ સ્કેલ્પથી પ્રોડક્ટર બિલ્ડઅપ, શેડ હેર અને ડેડ સ્કિન સેલ્સ પર જમા થઇ શકે છે. જેના કારણે ઘણી વાર ઇન્ફેક્શન પણ થઇ શકે છે. તમને એક વાત એ જણાવી દઇએ કે હેર બ્રશની ગંદકી સ્કેલ્પમાં જમા થતા પિંપલ્સને પણ વધારે શકે છે. આ માટે સમય-સમય પર હેર બ્રશની સફાઇ કરવી ખૂબ જરૂરી છે.
હેર બ્રશ કેટલી વાર સાફ કરશો
હેર બ્રશ સાફ કરવાથી હેર હેલ્થ અને બ્રશની લાઇફમાં વઘારો થાય છે. સામાન્ય રીતે અઠવાડિયામાં એક વાર બ્રશને સાફ કરવો જોઇએ. બ્રશને સાફ કરવામાં લગભગ 10 થી 15 મિનિટનો સમય લાગી શકે છે.
હેર બ્રશને સાફ કરવા માટે કોઇ સ્પેશિયલ ટુલ્સ કે વોશની આવશ્યકતા રહેતી નથી. આ બ્રશ સાફ કરવા માટે તમે ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. આ બ્રશ તમે સરળતાથી સાફ કરી શકો છો. આમ, જો તમે તમારા હેર બ્રશને રેગ્લુયર સાફ કરતા નથી તો આ આદત તમારે પાડવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર