Beauty Hacks: પાન ખાવ છો તો ખરા, પણ ક્યારેય ચહેરા પર લગાવ્યું?

News18 Gujarati
Updated: April 2, 2018, 12:37 PM IST
Beauty Hacks: પાન ખાવ છો તો ખરા, પણ ક્યારેય ચહેરા પર લગાવ્યું?

  • Share this:
પાન ખાવા સિવાય પણ તેના અન્ય કેટલાય ફાયદા છે. ગરમીમાં અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે.

  • પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. તેના અન્ય પણ ગુણો છે. ચાલો જાણીએ...


  • પાનના 5 પત્તા લઈ સાફ કરી તેની પેસ્ટ કરી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે ગલાવી રાખો. સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી 1 મહિનામાં પરિણામ તમને દેખાઈ જશે.

  • પાનના થોડાંક પત્તા લઈ લગભગ 1 લીટર પાણીમાં ઉકાળો. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી ચહેરા પર ચંક આવી જશે પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે.

  • થોડુંક દાઝી જવા પર આ પાન પણ ગલાવી શકાય છે. પાનને સરખા સાફ કરી મસળી એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરો. આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવો. બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.

  • Loading...

  • ખીલની તકલીફ હોય તો પાનને ઉકાળી પાણીનો રંગ બદલાવો આવે એટલે ગેસ બંધ કરી દો. પાણી ઠંડુ થવા પર ચહેરો ધોઈ લો. થાડાક દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.

First published: April 2, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...