Home /News /lifestyle /Fruit Facial: આ ફ્રૂટ ફેશિયલથી ચહેરા પર આવે છે મસ્ત ગ્લો, વેડિંગ સિઝનમાં સ્માર્ટ દેખાવો આ રીતે

Fruit Facial: આ ફ્રૂટ ફેશિયલથી ચહેરા પર આવે છે મસ્ત ગ્લો, વેડિંગ સિઝનમાં સ્માર્ટ દેખાવો આ રીતે

જાણો ફ્રૂટ ફેશિયલના ફાયદાઓ

Fruit Facial benefits: શિયાળાની ઠંડીની સૌથી મોટી અસર સ્કિન પર થાય છે. આ ઠંડીને કારણે સ્કિન ડ્રાય થઇ જાય છે અને સાથે ગ્લો પણ ઓછો થાય છે. આ માટે શિયાળામાં સ્કિન પર ગ્લો જાળવી રાખવો ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં સ્કિનને લગતી અનેક ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે ચહેરા પર ગ્લો ના આવવો, સ્કિન ડ્રાય થઇ જવી, કરચલીઓ પડવી, એક્ને જેવી અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. સ્કિન પરની આ રીતની સમસ્યા તમારી ખૂબસુરતીની ચમક ઓછી કરી દે છે. આમ, જો તમે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થવાનો ખતરો રહે છે. પરંતુ તમે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ વગર નેચરલ રીતે સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથીછ છૂટકારો મેળવવા ઇચ્છો છો તો ચહેરા પર મસ્ત ગ્લો આવે છે અને સાથે તમે સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો જાણો તમે પણ ફ્રૂટ ફેશિયલ વિશે..

    આ પણ વાંચો: પાંપણોને લાંબી+ભરાવદાર બનાવવા લગાવો આ તેલ

    ફ્રૂટ ફેશિયલ સ્કિન અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ સ્વસ્થ શરીરની સાથે-સાથે ચહેરા પરની ખૂબસુરતી તમારા રૂપમાં ચાર ચાંદ લગાવે છે.

    ફ્રૂટ ફેશિયલના ફાયદા



    • ફ્રૂટ ફેશિયલ કરવાથી સ્કિન હાઇડ્રેટ થાય છે અને ત્વચાને જરૂરી વિટામીન અને મિનરલ મળે છે.

    • આનાથી સ્કિન પર નેચરલ રીતે ચમક આવે છે.

    • વિન્ટરમાં ફ્રૂટ ફેશિયલ કરવાથી ફેસ પર મોઇસ્યુરાઇઝરનું કામ કરે છે. આ સુકાયેલી ત્વચાને કોમળ બનાવે છે.


    આ પણ વાંચો: બદામ, દહીં અને હળદરથી દૂર કરો ટેન સ્કિન

    • બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ અને પિંપલ્સની સમસ્યાને દૂર કરવા માટે ફ્રૂટ ફેશિયલ સૌથી બેસ્ટ છે. ફ્રૂટનો અર્ક સ્કિનના ક્લોગ પોર્સને સાફ કરવામાં મદદ કરે છે. તમે નાક, ગાલ પર પણ સ્ક્રબ કરી શકો છો.


    ફ્રૂટ ફેશિયલમાં આ ફળોને સામેલ કરો


    ફ્રૂટ ફેશિયલમાં કેળા, સંતરા, પપૈયુ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

    કેળા


    કેળા ચહેરા પર નિખાર લાવવાનું કામ કરે છે. કેળામાં એક્સફોલિએટનો ગુણ હોય છે જે સ્કિનને ક્લીન કરવામાં મદદ કરે છે. આનાથી ટેનિંગ અને ડેડ સ્કિનની સમસ્યા દૂર થાય છે.


    સંતરા


    સંતરા સ્કિન માટે સૌથી બેસ્ટ છે. સંતરામાં વિટામીન સી હોય છે. આ સાથે જ સંતરામાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ છે. સંતરા સ્કિન પર એક નેચરલ બ્લીચની જેમ કામ કરે છે.

    પપૈયું


    ફ્રૂટ ફેશિયલમાં પપૈયું તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ફેશિયલથી સ્કિન પર નિખાર આવે છે. આ ફેશિયલ ડાધા-ધબ્બા અને કરચલીઓ ઓછી કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Facial, Life style, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन