Home /News /lifestyle /ખીલ થાય છે? કાળા ડાધા-ધબ્બાથી ચહેરો ગંદો લાગે છે? તો આ ઘરેલું ઉપાયોથી માત્ર અઠવાડિયામાં દૂર થઇ જશે
ખીલ થાય છે? કાળા ડાધા-ધબ્બાથી ચહેરો ગંદો લાગે છે? તો આ ઘરેલું ઉપાયોથી માત્ર અઠવાડિયામાં દૂર થઇ જશે
એલોવેરા જેલ સ્કિન માટે બેસ્ટ છે.
Best home remedies for pimples: અનેક લોકોના ચહેરા પર બહુ ખીલ થતા હોય છે. ખીલ તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. ખીલને તમે આ ઘરેલું ઉપાયોથી દૂર કરો છો તો ફેસ મસ્ત થઇ જાય છે. જાણી લો આ ઉપાયો વિશે તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક છોકરીઓ અને છોકરાઓને ખીલ થતા હોય છે. ખીલ તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. ઘણાં લોકો ખીલને દૂર કરવા માટે જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ખીલ માટે તમે કોઇ પણ પ્રકારની ટ્રિટમેન્ટ લો છો તો લાંબા ગાળે સ્કિનને નુકસાન થાય છે. આ માટે ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ઘરેલું ઉપાયોથી તમે ખીલ દૂર કરો છો તો ફેસ ક્લિન થઇ જાય છે અને સાથે પર્સનાલિટી પણ મસ્ત પડે છે. આમ, જો તમે આ ઘરેલું ઉપાયોથી ખીલ દૂર કરો છો તો સ્કિન મસ્ત થઇ જાય છે અને ફેસ ગ્લો કરે છે. તો જાણો આ વિશે.
તમારા ચહેરા પર બહુ જ ખીલ થયા છે તો તમારા માટે એલોવેરા જેલ એક બેસ્ટ ઓપ્શન છે. એલોવેરા જેલ ચહેરા પરના ખીલ દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે એલોવેરા જેલ એક બાઉલમાં લો અને એમાં હળદર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. પછી આ પેસ્ટને અડધો કલાક માટે ચહેરા પર રહેવા દો અને ફેસને ચોખ્ખા પાણીથી ધોઇ લો. એલોવેરા અને હળદરમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા હોય છે જે સ્કિન પરના ખીલને દૂર કરવાનું કામ કરે છે.
ખીલને દૂર કરવા માટે તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં ચણાનો લોટ લો. એમાં હળદર, મધ અને એકથી બે લીંબુના રસના ટીપાં નાંખો. પછી આ પેસ્ટને હવે ચહેરા પર લગાવો. આ પેસ્ટ તમારા ચહેરા પરના ખીલને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ ચણાના લોટની આ પેસ્ટ તમારા ફેસ પર નેચરલ ગ્લો પણ લાવે છે.
મુલ્તાની માટી અને ગુલાબ જળથી પણ ચહેરા પરના ખીલને દૂર કરી શકો છો. આ માટે એક બાઉલમાં મુલ્તાની માટી લો અને એમાં ગુલાબ જળ મિક્સ કરી લો. પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ તમારા ફેસ પરના ખીલ દૂર કરે છે અને સાથે કાળા ડાધા ધબ્બા પણ દૂર કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર