Home /News /lifestyle /ધોળા દૂધ જેવી સ્કિન કરવા અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, ક્યારે નહીં કરાવવું પડે ફેશિયલ
ધોળા દૂધ જેવી સ્કિન કરવા અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, ક્યારે નહીં કરાવવું પડે ફેશિયલ
આ રીતે ચહેરો ગોરો કરો
Beauty care tips: મોટાભાગની છોકરીઓ પોતાના ચહેરાને ચમકાવવા માટે ફેશિયલ તેમજ બીજી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જો તમે આ ઘરેલું ઉપાયો પ્રોપર રીતે અજમાવો છો તો સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે દરેક છોકરીઓ એવું વિચારે છે કે એ બીજા કરતા સ્માર્ટ દેખાય. ચહેરાને સ્માર્ટ કરવા માટે અનેક છોકરીઓ જાતજાતની ટ્રિટમેન્ટ લેતી હોય છે. પરંતુ જ્યારે તમે કોઇ પણ ટ્રિટમેન્ટ લો ત્યારે એ વસ્તુઓમાં કેમિકલ વઘારે હોય છે જે તમારી સ્કિનને લાંબે ગાળે અનેક રીતે નુકસાન કરે છે. આ માટે હંમેશા સ્કિનને ચમકાવવા માટે ઘરેલું ઉપાયો અજમાવો. તો આજે તમે પણ કેટલીક એવી વસ્તુઓ વિશે જાણી લો જે તમે રૂટિનમાં ફોલો કરો છો તો ચહેરો ચમકે છે અને સાથે તમારા ફેસ પરની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. તો જાણો આ ઘરેલું ઉપાયો.
હળદર
હળદરમાં કરક્યૂમિનના ગુણમાં એન્ટી એન્જીંગનું કામ કરે છે. હળદરમાં દૂધ મિક્સ કરીને તમે એની પેસ્ટ ચહેરા પર લગાવો છો તો ટેનિંગની સમસ્યા દૂર થાય છે.
સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે મધ સૌથી બેસ્ટ છે. મધમાં વિટામીન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. આમ, જો તમે ચહેરા પર મધ લગાવો છો તો ડાધા-ધબ્બા દૂર થાય છે.
કોફી
દરેક લોકોની કોફી પીવાની ગમતી હોય છે. કોફીનો ઉપયોગ તમે ચહેરો ચમકાવવા માટે પણ કરી શકો છો. કોફીમાં થોડુ ગુલાબ જળ મિક્સ કરો અને આની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. આ ડેમેડ સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે.
તજના પાવડરમાં થોડુ કોકોનટ ઓઇલ મિક્સ કરી દો અને ફેસ પર લગાવો. તજમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે ચહેરા પરના ડાધા-ધબ્બા દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. તજ હેલ્થની પણ અનેક સમસ્યાઓને દૂર કરે છે.
ચોખા
ચહેરા પર નિખાર લાવવા માટે ચોખા સૌથી બેસ્ટ છે. ચોખાના લોટથી તમે ફેસ પર સ્ક્રબ કરો છો તો ડેડ સેલ્સ નિકળી જાય છે અને સ્કિનને અંદરથી પોષણ મળે છે. આ સાથે તમારા ફેસ પર મસ્ત ગ્લો આવે છે.
સરસિયાનું તેલ
સરસિયાનું તેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે. સરસિયાનું તેલ નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે. આમાં રહેલા તત્વો ત્વચા પરની ગંદકી અને બેક્ટેરિયાને ઊંડાઇથી સાફ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર