Home /News /lifestyle /સ્ટ્રેચ માર્ક્સને સરળતાથી દૂર કરો આ ઘરેલું ઉપાયોથી, સ્કિન મસ્ત થઇ
સ્ટ્રેચ માર્ક્સને સરળતાથી દૂર કરો આ ઘરેલું ઉપાયોથી, સ્કિન મસ્ત થઇ
સ્ટ્રેચ માર્ક્સ દૂર કરો
home remedies for stretch marks: અનેક સ્ત્રીઓ સ્ટ્રેચ માર્ક્સથી કંટાળી જતી હોય છે. સ્ટ્રેસ માર્ક્સને દૂર કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ જો તમે આ ઘરેલું ઉપાયોથી સ્ટ્રેસ માર્ક્સ દૂર કરો છો તો એ રિમૂવ થઇ જશે અને સ્કિન મસ્ત થશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે પણ વ્યક્તિના શરીરમાં બદલાવ આવે ત્યારે સ્ટ્રેચ માર્ક્સ આવે છે જે સામાન્ય રીતે શરીરમાં ગ્રોથ થવા પર અને વજન વધવા પર થાય છે. મહિલાઓમાં પ્રેગનન્સી કે પછી જીમમાં પ્રેક્ટિસ કરવાની જગ્યાએ બોડી પર સ્ટ્રેચ માર્ક્સ આવે છે જે જોવામાં બહુ ગંદા લાગે છે. સ્ટ્રેટ માર્ક્સને કારણે મહિલાઓના લુકમાં બદલાવ આવે છે જે દેખાવમાં બહુ ખરાબ લાગે છે. સ્ટ્રેચ માર્ક્સને કારણે અનેક મહિલાઓ શરમમાં મુકાતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ સ્ટ્રેચ માર્કને તમે સરળતાથી ઘરે રિમૂવ કરી શકો છો. તમે રેગ્યુલર આ ઉપાયો અજમાવશો તો સ્ટ્રેચ માર્ક્સ રિમૂવ થઇ જશે અને તમારી સ્કિન મસ્ત થશે.
આ એક નેચરલ સ્કિન એજન્ટ છે. એલોવેરા સ્કિન અને હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. એલોવેરામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે સરળતાથી સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરી શકે છે. આ માટે તમે સ્ટેર્ચ માર્ક્સ પર એલોવેરા જેલ લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી એ જગ્યા ક્લિન કરી લો. આમ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર થઇ જશે.
કોકોઆ બટર
કોકોઆ બીન્સમાંથી બનતુ કોકોઆ બટર સ્ટ્રેચ માર્ક્સને રિમૂવ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમે આ પાવડરને મધમાં મિક્સ કરો અને સ્કિન પર લગાવો. ત્યારબાદ 5 થી 7 મિનિટ માટે મસાજ કરો. 10 મિનિટ રહીને હુંફાળા પાણીથી ક્લિન કરી લો. આમ કરવાથી સ્ટ્રેર્ચ માર્ક્સ દૂર થઇ જાય છે.
શું તમે જાણો છો શુગરમાં પણ એવા તત્વો હોય છે જે સરળતાથી સ્ટ્રેચ માર્ક્સને રિમૂવ કરવાની તાકાત ધરાવે છે? આ માટે તમે દળેલી ખાંડમાં લીંબુનો રસ મિક્સ કરો અને સ્ક્રબ કરો. ત્યારબાદ આનાથી સ્કિન પર મસાજ કરો અને પછી હુંફાળા પાણીથી ધોઇ લો. ખાસ ધ્યાન એ રાખો કે આ સ્ક્રબ લગાવ્યા પછી કોકોનટ ઓઇલ ખાસ લગાવો.
નારિયેળનું તેલ
કોકોનટ ઓઇલ પણ એક બેસ્ટ ઓપ્શન છે જેનાથી તમે સરળતાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરી શકો છો. કોકોનટ ઓઇથી ટેનિંગની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે તમે કોકોનટ ઓઇલથી મસાજ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર