Home /News /lifestyle /દહીં અને મધથી ઘરે જ કરો ગોલ્ડન ગ્લો ફેશિયલ, જાણી લો સરળ રીત અને પ્રોસેસ, ડ્રાય સ્કિન દૂર થઇ જશે

દહીં અને મધથી ઘરે જ કરો ગોલ્ડન ગ્લો ફેશિયલ, જાણી લો સરળ રીત અને પ્રોસેસ, ડ્રાય સ્કિન દૂર થઇ જશે

નેચરલ ગોલ્ડ ફેશિયલ કરવાની રીત

Natural gold facial at home: શિયાળાની ઠંડીની અસર સૌથી વઘારે સ્કિન પર થાય છે. સ્કિન ડ્રાય થવાની સમસ્યા સૌથી વઘારે શિયાળામાં રહેતી હોય છે. એવામાં તમે ઘરે આ ગોલ્ડ ફેશિયલ કરો છો તો સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં સ્કિન ડ્રાય વધારે થઇ જાય છે. એવામાં સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે ચહેરા પર ફેશિયલ કરવાની જરૂર પડે છે. ફેશિયલથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને સાથે-સાથે સ્કિનને પ્રોબ્લેમ્સ પણ પૂરા થઇ જાય છે. આ માટે મધ સૌથી બેસ્ટ છે. મધ સ્કિનની અનેક સમસ્યાઓ માટે ઇફેક્ટિવ માનવામાં આવે છે. મધમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, આયરન જેવા પોષક તત્વો હોય છે, જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે દહીંની વાત કરવામાં આવે તો દહીં અનેક ગુણોથી ભરપૂર હોય છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણી લો મધ અને દહીંથી કેવી રીતે ફેશિયલ કરશો.

    આ પણ વાંચો: આ નેચરલ વસ્તુથી મહેંદીનો રંગ આવે છે ડાર્ક

    ક્લિન્ઝર


    સૌથી પહેલા ક્લિન્ઝરનો વારો આવે છે. આ માટે ચહેરાને માઇલ્ડ ફેશવોશથી ક્લિન કરી લો. હવે એક ચમચી દહીં લો અને ચહેરા અને ગરદન પર માલિશ કરો. ક્લિન્ઝર તમારે ચહેરા પર એક પ્રકારની ટ્રિટમેન્ટ આપવાનું કામ કરે છે.

    સ્ક્રબ


    સ્ક્રબ કરવા માટે તમે સૌથી પહેલા બે ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરો. ત્યારબાદ એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરો અને પેસ્ટ બનાવી લો. તો તૈયાર છે નેચરલ સ્ક્રબ. આ નેચરલ સ્ક્રબ હાથમાં લઇને હળવા હાથે ચહેરા પર લગાવો અને મસાજ કરો. આમ કરવાથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થાય છે અને સાથે સ્કિન પર ગ્લો આવે છે.

    આ પણ વાંચો: લિવરને હેલ્ધી રાખવા આ વસ્તુઓનું સેવન કરો

    મસાજ ક્રીમ


    મસાજ ક્રીમનો યુઝ સ્ક્રબ કર્યા પછી કરવાનો છે. સ્ક્રબિંગ કર્યા પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો. ત્યારબાદ એક ચમચી દહીંમાં અડધો ચમચી મધ અને એલોવેરા જેલ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ફેશવોશ કરી લો.


    ફેસપેક

    ફેસ પેક તમારી સ્કિનને ક્લિન કરીને ગ્લો લાવવાનું કામ કરે છે. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી મધમાં એક ચમચી હળદર નાંખો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આમાં એક ચમચી દહીં મિક્સ કરીને પેક બનાવી લો. આ પેકને હવે ચહેરા પર લગાવો અને સુકાઇ જાય પછી ફેશ વોશ કરી લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Face, Facial, Life style

    विज्ञापन
    विज्ञापन