Home /News /lifestyle /વાળમાં થતા ખોડામાંથી આ 3 રીતે મેળવો છૂટકારો, જલદી જ રિઝલ્ટ મળશે અને વાળનો ગ્રોથ પણ વધશે

વાળમાં થતા ખોડામાંથી આ 3 રીતે મેળવો છૂટકારો, જલદી જ રિઝલ્ટ મળશે અને વાળનો ગ્રોથ પણ વધશે

વાળમાંથી ખોડો દૂર કરો

Home remedies for dandruff: શિયાળાની ઠંડીની અસર સ્કિન અને વાળને સૌથી વધારે થાય છે. ઠંડીમાં વાળમાં ખોડો વધારે પ્રમાણમાં થાય છે. વાળમાં ખોડો થવાથી વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આમ જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીની સૌથી વધુ અસર સ્કિન અને હેલ્થ પર થાય છે. શિયાળામાં વાળ પણ અનેક રીતે ડેમેજ થાય છે. ઠંડીની સિઝનમાં વાળમાં ખોડો થવાની સમસ્યા સૌથી વઘારે હોય છે. વાળમાં ખોડો થવાને કારણે વાળ વઘારે ખરવા લાગે છે અને સાથે ખંજવાળ પણ આવે છે. વાળમાં ખોડો થવાથી અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આ માટે જો તમે વાળમાં આ રીતે ખોડો દૂર કરો છો તો તમને જલદી જ આરામ થઇ જાય છે. આ સાથે જ ખંજવાળ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. ઘણાં લોકોને વાળમાં ખોડો વધારે થવાથી રસી પણ થઇ જાય છે. તો જાણો વાળમાંથી કેવી રીતે ખોડો દૂર કરશો.

    આ પણ વાંચો: સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થાય છે?

    આ રીતે વાળમાંથી ખોડો દૂર કરો


    લીમડો


    વાળમાંથી ખોડો દૂર કરવા માટે લીમડો સૌથી બેસ્ટ છે. લીમડો તમારી સ્કિનની અનેક ઘણી સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે અને ખોડાને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે લીમડાના પાન લો અને એની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક રહીને હેર વોશ કરી લો. આમ કરવાથી વાળમાંથી ખોડો દૂર થઇ જશે.

    આ પણ વાંચો: આ રીતે કાળી દ્રાક્ષ અને દૂધનું સેવન કરો

    નારિયેળ તેલ


    નારિયેળ તેલ ડેન્ડ્રફને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે એક વાસણમાં નારિયેળ તેલ લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરી લો. ત્યારબાદ વાળમાં આ તેલ લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ અડધો કલાક રહીને હેર વોશ કરી લો. આમ કરવાથી વાળનો ગ્રોથ વધે છે અન સાથે ખોડો પણ દૂર થાય છે.

    દહીં


    વાળમાંથી ખોડો દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે એક વાટકીમાં દહીં લો અને બે હાથની મદદથી વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ 15 થી 20 મિનિટ રહીને હેર વોશ કરી લો. દહીંની અસર તમારા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ સાથે જ તમે રેગ્યુલર વાળમાં દહીં લગાવો છો તો તમારા વાળ સિલ્કી પણ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Dandruff problem, Hair care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन