Home /News /lifestyle /મીણબત્તીનો ઉપયોગ કરીને આ રીતે પગની ફાટેલી એડીઓને રિપેર કરી દો

મીણબત્તીનો ઉપયોગ કરીને આ રીતે પગની ફાટેલી એડીઓને રિપેર કરી દો

ફાટેલી એડીઓ પર લગાવો આ વસ્તુ

home remedies for cracked heels: શિયાળામાં અનેક લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિન પર ખંજવાળની સમસ્યા વઘારે રહેતી હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો પગની એડીઓની સમસ્યા મોટાભાગના લોકોને રહેતી હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીની અસર સ્કિન પર વધારે થાય છે. આ સિઝનમાં સ્કિન ડ્રાય થઇ જવાને કારણે ખંજવાળ આવે છે. આમ, જો વાત કરવામાં આવે તો શિયાળામાં પગની એડીઓ જલદી ફાટી જાય છે. પગની એડિઓ આવી થાય ત્યારે એ બહુ ગંદી લાગે છે. આ સાથે જ આપણે ચંપલ પણ બરાબર પહેરી શકતા નથી. ઘણાં લોકોને આ સમસ્યા વધારે પ્રમાણમાં રહેતી હોય છે. જો તમે પણ ફાટેલી પગની એડીને મુલાયમ કરવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

    એડી પર સ્ક્રબ કરો


    જેમ તમે ચહેરા પરના ડેડ સેલ્સને નિકાળવા માટે સ્ક્રબ કરો છો એમ તમારે પગની એડીઓ પર પણ સ્ક્રબ કરવું જોઇએ. સ્ક્રબિંગ કરવાથી પગની એડીઓ મુલાયમ બને છે. આ માટે તમે મધ, લીંબુ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં તમે રેગ્યુલર સ્ક્રબ કરો છો તો તમારા પગની સ્કિન એકદમ મસ્ત થઇ જશે.

    આ પણ વાંચો: ઢીંચણ સુધી વાળ લાંબા કરવા વાળમાં લગાવો આ હેર પેક

    તેલનો ઉપયોગ કરો


    ફાટેલી એડીઓને રિપેર કરવા માટે તમે વેક્સનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે તેલને ગરમ કરી લો અને રાત્રે ઊંઘતા પહેલાં ફાટેલી એડિઓ પર લગાવો અને પછી મોજા પહેરી. સવારમાં હુંફાળા પાણીથી પગ ધોઇ લો.

    ચોખાનો લોટ


    ચોખાનો લોટ સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક બાઉલમાં 2 થી 3 ચમચી ચોખાનો લોટ લો અને એમાં મધ અને ત્રણ ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને ફાટેલી એડીઓ પર લગાવો. આમ કરવાથી તમારી સ્કિન રિપેર થઇ જશે અને સાથે સોફ્ટ પણ થશે.

    આ પણ વાંચો: શિયાળામાં Hot Shower લેતા હોવ તો બંધ કરી દેજો

    મીણબતી, હળદર અને દેસી ઘી


    ફાટેલી એડીઓ માટે મીણબતી, હળદર અને દેસી ઘી સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ચમચી હળદર, 2 ચમચી ઘી અને એક ચમચી મીણબત્તીનો ટુકડો લો. ત્યારબાદ આ મિશ્રણને ગરમ કરી લો. પછી આ મિશ્રણને પગની એડીઓ પર લગાવો અને સુકાવા દો. આમ કરવાથી સ્કિન મસ્ત સોફ્ટ થઇ જશે અને બળતરા પણ થશે નહીં.


    મીણબત્તીનો ઉપયોગ


    મીણબત્તીને પીગાળીને તમે ફાટેલી એડીઓ પર લગાવો છો તો એ તરત જ રિપેર થઇ જાય છે. આ માટે પીગાળેલું મીણ એડીઓ પર લગાવો અને પછી મોજા પહેરી લો. ત્યારબાદ સવારમાં ઉઠીને પગ ધોઇ લો. તમે સતત આ ઉપાયો કરો છો તો તમારી સ્કિન મસ્ત થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life Style News, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन