Home /News /lifestyle /આ ઘરેલું ઉપાયોથી આંખો આસપાસની ડ્રાયનેસ દૂર થઇ જશે, Fine Linesમાંથી પણ રાહત મળશે

આ ઘરેલું ઉપાયોથી આંખો આસપાસની ડ્રાયનેસ દૂર થઇ જશે, Fine Linesમાંથી પણ રાહત મળશે

ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મેળવો

Eye care tips: આપણાં શરીરમાં સૌથી સેન્સેટિવ આંખો હોય છે. આંખોની કેર કરવી ખૂબ જ જરૂરી છે. તમે યોગ્ય રીતે આંખોની કેર કરતા નથી તો આંખોની સમસ્યાઓ વધવા લાગે છે અને તમે તકલીફમાં મુકાવો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખૂબસુરતીમાં માત્ર ચહેરો જ નહીં, આંખો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને આંખોની આસપાસની ત્વચા શરીરના બીજા અંગો કરતા વધારે સંવેદનશીલ હોય છે. અહીં સ્કિન પર બહુ જલદી મોઇસ્યુરાઇઝર પૂરું થઇ જાય છે, જેના કારણે ખંજવાલ, બળતરા, રેડનેસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘણાં લોકોને આંખોની આસપાસ ડ્રાય સ્કિન થઇ જાય છે. આ ડ્રાય સ્કિનની સમસ્યા વધતી જાય ત્યારે અનેક ઘણી તકલીફો પડે છે. ડ્રાય સ્કિનને કારણે ફાઇન લાઇન્સ અને ડાર્ક સર્કલ્સ આંખો પર વઘારે દેખાય છે. તમારી આંખ પાસેની ત્વચા ડ્રાય છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ વિશે તમે પણ...

આ પણ વાંચો: આ ફૂલથી મિનિટોમાં દૂર થઇ જાય છે કાળા ડાઘા-ધબ્બા

  • દહીં ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. આંખોની આસપાસની ડ્રાય સ્કિનને દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે આંખોની આસપાસ દહીં લગાવો અને 30 મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરો ક્લિન કરો. આમ કરવાથી આંખોની ડ્રાયનેસ ઓછી થઇ જશે. દહીંમાં મળતુ ગુડ બેક્ટેરિયા હોય છે જે સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે.


આ પણ વાંચો: DIY હેર ટોનિકથી અઠવાડિયામાં ખરતા વાળ બંધ થાય છે



    • ગ્રીન ટીનો ઉપયોગ તમે આંખોની ડ્રાયનેસ દૂર કરવા માટે કરી શકો છો. આ માટે ટી બેગ્સને ફ્રિજમાં મુકીને ઠંડી કરી લો. ત્યારબાદ આ ઠંડી ટી બેગ્સને આંખોની ડ્રાયનેસ જગ્યા પર લગાવો. 15 થ 20 મિનિટ સુધી આંખો બંધ રાખો. આમ કરવાથી હાઇડ્રેશનમાંથી રાહત મળશે અને આંખોની આ તકલીફ દૂર થઇ જશે. ગ્રીન ટી તમે રેગ્યુલર પીઓ છો તો તમારું વજન પણ ઝડપથી ઉતરે છે.






  • સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલ તમારી આંખોની ત્વચાની ડ્રાયનેસ દૂર કરવાનું ગુણ ધરાવે છે. તમે તડાકામાં વધારે ફરો છો તો પણ તમારી આંખોની આસપાસની સ્કિન ડ્રાય થઇ જાય છે. ત્વચાને યુવી કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન જરૂર લગાવો. એલોવેરાનો ઉપયોગ તમે નેચરલ સનસ્ક્રીન તરીકે કરી શકો છો.

First published:

Tags: Alovera, EYES, Life style